છોટા ઉદેપુરની કેસર હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ; આજથી ફાયર સપ્તાહની ઉજવણી શરૂ કરાઈ | Mock drill conducted by fire department at Kesar Hospital, Chhota Udepur; Celebration of fire week started from today | Times Of Ahmedabad

છોટા ઉદેપુર39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજરોજ 14 એપ્રિલના રોજ દેશભરમાં અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજથી ફાયર સપ્તાહની ઉજવણી શરૂ કરાઇ છે. જેમાં આજરોજ છોટા ઉદેપુરની કેસર હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું.

14મી એપ્રિલના રોજ દેશભરમાં અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા આજરોજ છોટા ઉદેપુરની કેસર હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું. કેસર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેને લઇને ફાયર વિભાગ દ્વારા કોલ મળતાં જ તાત્કાલિક કેસર હોસ્પિટલ પહોંચી જઈને આગ બુઝાવી દીધી હતી. આ આગ લાગવાની ઘટનાને લઇને હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો બચાવ કેવી રીતે કરવો, ક્યાં ઉપકરણોનો ઉપયોગ કરવો તેની સમજ ફાયર વિભાગ દ્વારા સમજ આપવામાં આવી હતી.

ફાયર ઓફિસર યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજરોજ બપોરના 3:30 કલાકે છોટા ઉદેપુરના ફાયર વિભાગના કર્મચારીને મુખ્ય કંટ્રોલ રૂમમાં કેસર હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગેલ છે. તેવી કોલ મળતાં તાત્કાલિક મારા સ્ટાફ સાથે હું સ્થળ દોડી આવી આગની કામગીરી કરી ફર્સ્ટ ફ્લોર અને સેકંડ ફ્લોર પર જે પેશન્ટ છે તેઓને સેફ જગ્યા પર સ્થળાંતરિત કરી બચાવી લેવાનું કામ કર્યું હતું. એવું મોકડ્રીલનું આયોજન અમે ફાયર સપ્તાહ ડે નિમિત્તે ઉજવણી કરી રહ્યા છે. જેની કેસર હોસ્પિટલમાં મોકડ્રીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post