સુરેન્દ્રનગર32 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટડી તાલુકાના મોટી મજેઠી ગામના નરાધમે પરિણીતાની છેડતી સાથે બિભત્સ માંગણી કરી માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પરિણીતાએ પોતાના પતિ સાથે બજાણા પોલીસ મથકે પોતાના ગામમાં રહેતા એક ઈસમ વિરૃદ્ધ ઈજ્જત લેવાના ઇરાદે બાવડુ પકડી અને બીભત્સ માંગણી કરવાની ફરિયાદ નોંધાવી છે.
પાટડી તાલુકાના મોટી મજેઠી ગામની એક પરણિત મહિલાને ગામમાં રહેતો એક શખ્સે જ્યારે મહિલાનો પતિ, સસરા અને દિયર મજૂરી કામ અર્થે બહાર ગયા હોય જેનો લાભ લઇ પરિણીતાના ઘેર જઈને બદકામ કરવાના ઇરાદે પરિણીતાનુ બાવડુ પકડી અને બિભત્સ માંગણી કરી હતી. અને જ્યારે પરિણીતા ઉભી થવા જતા મહિલાની સાડી ખેંચી હતી. જ્યારે મહિલા ઉભી થઈને ધોકો લેવા ગઈ તો યુવકે લાત મારી પાડી દઈ અને ત્યાંથી ભાગી ગયો હતો.
સાંજે પરિણીતાનો પતિ અને ઘરના સભ્યો કામ પરથી ઘેર પરત આવ્યા બાદ પરિણીતાએ બધાને આ વાત કહી હતી. પરંતુ ગામમાં ઈજ્જત જવાના હિસાબે ઘરનાએ કોઈને કહેવાનું કે ફરિયાદ કરવાનું ટાળ્યુ હતુ. પરંતુ બીજા દિવસે જ્યારે મહિલાનો પતિ, સસરા અને દિયર ફરી કામ પર ગયા ત્યારે પણ તે શખ્સ આંટા મારતો દેખાયો હતો. ત્યારે મહિલાને બીક લાગતા પરિણીતા અને તેના પતિ દ્વારા બજાણા પોલીસ મથકે તેઓના ગામના જ શખ્સ વિરુદ્ધ મહિલાની છેડતી કરી અને મહિલા પાસે બિભત્સ માંગણી કરી અને પાટા વડે માર માર્યાની ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે બજાણા પોલીસે ગુન્હો નોંધી છેડતી કરનારા શખ્સને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.