Thursday, April 13, 2023

પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે | Natural agriculture has no religious value, but pure science | Times Of Ahmedabad

છોટાઉદેપુર39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો ખેડૂતો સાથે વાર્તાલાપ
  • ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ

છોટાઉદેપુર જીલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી કરતા પ્રાકૃતિક કૃષિ કેવી રીતે અલગ તરી આવે છે એ અંગે તર્કબદ્ધ વાતો કરી ખેડૂતોને રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી તથા પ્રાકૃતિક ખેતી વચ્ચેની ભેદરેખાની વિગતે સમજ આપી હતી. જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અમને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે અમને જવાબદારી સોંપી છે.

તેમને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે તેથી બંને યોગ્ય સંકલન તો ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાંથી વધુ ઉપજ મેળવી વધુ આવક મેળવી શકશે . છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પશુપાલન પણ કરે છે. ગુજરાત સરકાર પશુ ધનને બચાવવા કાર્યરત છે. પશુને લાભકારી બનાવી ખેડૂતો લાભ મેળવી શકે છે. પશુઓની નશલ સુધારી તેને વધુમાં વધુ લાભકારી બનાવી શકાય છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે.

જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળ,વાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે.

રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં 1,500 જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે, સારામાં સારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કે જેઓ તેમના કલસ્ટરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે સમજ આપીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વાળશે તેમને સરકાર તરફથી દર મહિને 26,000 રૂપિયા વળતર પેઠે ચુકવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.