Monday, April 17, 2023

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વલસાડના પારડીમાં 'પ્રાકૃતિક ખેતી પરિસંવાદ' યોજાયો | A 'Natural Farming Seminar' was held at Pardi in Valsad in the presence of Governor Acharya Devvrat. | Times Of Ahmedabad

વલસાડ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે ગુજરાતના રાજ્યપાલ પ્રવશે આવશે. જ્યાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળે અને ખેડૂતો મહત્તમ પ્રાકૃતિક ખેતી કરે તે માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આત્મા પ્રોજેકટ હેઠળ પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વેચાણ માટે વ્યવસ્થા કરવામાં અવકી છે. જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વેચાણ માટે વેચાણ પ્રોત્સાહન મળે છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યના 10 ગામોમાં 1 ટ્રેનર નીમવામાં આવશે. અને તે ટ્રેનર 10 ગામોમાં પ્રાકૃતિક ખેતી વ8શે માર્ગદર્શન પૂરું પડશે. રાજ્યપાલે તેમની 200.એકર જમીનમાં રસાયણ ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળીને ત3મની જમીનને વધુ ફળદ્રુપ અને ઉપજાવ બનાવી હોવાનું જણાવ્યું હતું.

રાસાયણિક ખેતીમાં દિવસે દિવસે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. 40 વર્ષ પહેલા ભારતની જમીનમાં કાર્બન 2.5 ટકા હતું. જેને લઈને સૌથી શ્રેષ્ઠ જમીન ગણવામાં આવતી હતી. તે ખેતીની જમીનમાં યુરિયા ખાતર નાખી નાખીને જમીનની ફળદ્રુપતા ઘટાડી દીધી છે. આજે જમીન 0.5થી ઓછા કાર્બન દયારાવે છે. જેને લઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરીને સમાજને રોગ મુક્ત ફાળો અને અનાજ આપવું જરૂરી છે. રસાયણ ખેતી વડે ઉત્પાદન લઈને જમીન ખંડેર થતી બચાવવા પ્રયાસ કરવો જરૂરી છે. રાજ્યની ખેતી બચાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું તે સમયની માંગ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સિદ્ધ કરવા અને વલસાડ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ.17 એપ્રિલે સવારે 10 કલાકે પારડી તાલુકાના ભારતરત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં 1100થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, ખેતીવાડી, પશુપાલન, આત્મા તથા કે.વી.કે.ના અધિકારીઓ સાથે “પ્રાકૃતિક ખેતી પરિસંવાદ” યોજાયો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના 10 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં ખેડૂતો શાકભાજી કઠોળ સહિતની વસ્તુઓ અને અલગ અલગ પ્રાકૃતિક ખેતી વડે કરેલા ઉત્પાદનોનું વેચાણ કરશે.

આ પરિસંવાદમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યઓ તથા સ્ટેટ નોડલ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીના મૂળભુત સિધ્ધાંતો તથા ખેડૂતોએ વધારાના કોઈપણ પ્રકારના ઇનપુટ બજારમાંથી ખરીદી કર્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમુત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે અને તેનાથી થતા લાભો બાબતે રાજ્યપાલ વિસ્તૃત માર્ગદર્શન આપશે. તેઓ ત્રણ વર્ષથી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે અને તે માટે જિલ્લા વહીવટી તંત્રને પણ સતત દિશાસૂચન કરે છે. હાલ ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગના કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. વિશ્વ સામે જળવાયું પરિવર્તનની મોટી સમસ્યા પેદા થઈ છે. સમગ્ર જીવસૃષ્ટિ પર તેનો દુષ્પ્રભાવ જોવા મળ્યો છે. આ સમસ્યાના ઉકેલ સ્વરૂપે સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિથી રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવામુક્ત ખેતીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોનું આર્થિક ઉપાર્જન વધે તે માટે રાજયપાલ માર્ગદર્શન આપશે. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી વધુ નફો મેળવે તે હેતુસર ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવશે અને નાગરિકોને ઝેરમુક્ત ખોરાક પૂરો પાડી તેમનું આરોગ્ય જળવાય એવા શુભ આશયથી “પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: