Sunday, April 23, 2023

ગણદેવા ખાતે અંબિકા નદીમાં ન્હાવા પડેલા નવસારીના વેપારીનું ડૂબી જતાં મોત થયું, મિત્રો સાથે રજાની મજા માણવા જતા મૌત મળ્યું | Navsari businessman drowns after taking bath in Ambika river at Gandevi, dies while enjoying holiday with friends | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારીના મોઢવાડ ખાતે રહેતા 30 વર્ષીય ટીપુ સુલતાન હૈદરઅલી પઠાણ ગણદેવા ખાતે આવેલા અંબિકા નદી ઉપર બનાવેલા નાના ડેમ પાસે પાણીમાં ન્હાવા પડતા ડૂબી જતા મોત થયું છે.ગણદેવી પોલીસે આ મામલે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત જોઈએ તો નવસારીના મોઢવાડ ખાતે રહેતો 30 વર્ષીય ટીપુ સુલતાન પઠાણ નવસારી નગરપાલિકા નીચે આવેલા માર્કેટમાં MA કલેક્શન નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો જેમાં પરિવારમાં પત્ની અને બે બાળકો છે. ઈદની રજા માણવા માટે પરિવારએ બે ટુકડી બનાવી હતી. જેમાં કેટલાક સભ્યો દાંડી ગયા હતા અને ટીપુ સુલતાન તેના મિત્રો સાથે ગણદેવા સ્મશાન ભૂમિ પાછળ આવેલા અંબિકા નદી પર બનાવેલા નાના ડેમ પર પહોંચ્યા હતા. જ્યાં તમામ મિત્રો ન્હાવા પડ્યા હતા જ્યાં ટીપુ સુલતાન એકાએક નદીમાં ખેંચાઈ ગયો હતો. પાણીમાં ઊંડે સુધી ગયા બાદ તે ડૂબી ગયો હતો મિત્રોએ તાત્કાલિક તેને ખારેલ ગ્રામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો છે.

મૃતક ટીપુ સુલતાન પઠાણને પરિવારમાં પત્ની એક દીકરો અને દીકરી છે. મૃતકના નાના ભાઈ પરવેશ હૈદરઅલી પઠાણએ અકસ્માત મોતની જાહેરાત ગણદેવી પોલીસ મથકમાં આપી છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: