Thursday, April 20, 2023

પશુઓ વધુ દૂધ આપે તે માટે આપવામાં આવતા ઈન્જેક્શનના જથ્થા સાથે નવસારી પોલીસે બે લોકોને ઝડપ્યા | Navsari police nabbed two persons with quantity of injections given to cattle to give more milk | Times Of Ahmedabad

નવસારી15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારીમાં મોટા પ્રમાણમાં પશુપાલનનો વ્યવસાય થાય છે. જેમાં ગ્રામીણ લોકો ગાય અને ભેંસ પાળી તેમના થકી ડેરીમાં દૂધ ભરે છે. પશુપાલકોને દૂધનો ભાવ ફેટ ઉપર મળતો હોય છે, ત્યારે પશુપાલકો ગાય અને ભેંસને દોહતી વખતે તેમના આંચળમાં પ્રતિબંધિત ઓક્સીટોક્સિનનું ઇન્જેક્શન આપતા હોય છે, જેથી દૂધ વધુ આવે અને ફેટ પણ વધુ રહે અને ભાવ સારો મળે. ઓક્સીટોક્સિનના ઇન્જેક્શન પ્રતિબંધિત હોવાથી એનું વેચાણ કરવું ગુનો બને છે.

નવસારીના અડદા ગામે કરિયાણાની દુકાનમાં ઢોરને આપવામાં આવતા પ્રતિબંધિત ઓક્સીટોક્સિનનું ઇન્જેક્શન વેચાણ થતું હોવાની જાણ SOGને થતા દુકાનમાં જઈ રેડ કરતા પોલીસને પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો મળી આવતા દુકાનના સંચાલક સહિત જથ્થો ઉપલબ્ધ કરવનાર વિરુદ્ધ કાયદેસરના પગલા લઈને ગ્રામ્ય પોલીસને તપાસ સોંપવામાં આવી છે.

ગાય,ભેંસ જો ઓછું દૂધ આપતા હોય તેમને સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા ઇન્જેક્શનનો ડોઝ આપીને અકુદરતી રીતે દૂધની માત્રા વધારવામાં આવતી હતી.જે માટે નાની બોટલમાં બંધ ઇન્જેક્શનનું વેચાણ નવસારી શહેરને અડીને આવેલા અદડા ગામે કરિયાણાની દુકાનમાં થતું હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસકર્મીને થઈ હતી. જેના આધારે અદડા ગામે બાબુલાલ છોગાલાલ શાહ જનરલ સ્ટોર નામની દુકાનમાં જઈ રેડ કરતા 200 ml ની 200 જેટલી બોટલમાં ભરેલું ઇન્જેક્શન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 16,326 થાય છે. જનરલ સ્ટોરના સંચાલક રમેશભાઈ શાહ છેલ્લા એક વર્ષથી સુરતથી આ ઇન્જેક્શન લાવીને તેનું વેચાણ કરતા હતા.આજુબાજુ ગામડાના તબેલા ધારકો મોટી સંખ્યામાં આ ઇન્જેક્શનનો ખરીદીને ઢોરની તંદુરસ્તી જોખમાય તે રીતે આપતા હોવાની વાત આરોપીએ સ્વીકારી છે.

દવાનો આ જથ્થો સુરત ખાતે રહેતા દશરથ નામના ઈસમ રમેશ શાહને ઉપલબ્ધ કરાવતો હતો જેને પ્રાથમિક તપાસમાં વોન્ટેડ જાહેર કર્યા બાદ ગ્રામ્ય પોલીસે આજે ધરપકડ કરીને કાયદેસરના પગલા લીધા છે. આ રેડ દરમિયાન એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ વિશ્વાસમાં લઈ સ્થળ પર બોલાવી સેમ્પલ લઈને તેને તપાસ માટે મોકલ્યા છે.

ધી પ્રીવેંશન ઓફ ક્રુંઆલિટી ટુ એનિમલ એક્ટ હેઠળ દવાનું વેચાણ કરનાર અને તેના ઉપલબ્ધ કરાવનાર વિરુદ્ધ કાયદેસરના પગલા લઈ બંનેની ધરપકડ કરવામાં આવી છે. દૂધ આપતા ગાય ભેંસ જેવા પશુઓ કુદરતી રીતે તેમની મર્યાદામાં દૂધ આપે છે ત્યારે વધુ દૂધ મેળવી આર્થિક લાભ લેવા ના ચક્કરમાં પશુઓનું આરોગ્ય જોખમાય તે રીતે તેમને ઇન્જેક્શન આપી માનવીય ક્રુરતા આચરવા બદલ બંનેની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: