વાસદમાં કાકાના ભાગની જમીન પર ભત્રીજાએ દુકાનો બાંધી લીધી, કાકાએ પોતાના ભાગની મિલ્કત માગી તો ભત્રીજા સહિતના દુકાનદારોએ ધમકી આપી | Nephew built shops on uncle's land in Vasad, if uncle asked for his own share, shopkeepers including nephew threatened him. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Nephew Built Shops On Uncle’s Land In Vasad, If Uncle Asked For His Own Share, Shopkeepers Including Nephew Threatened Him.

આણંદ7 કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદના વાસદ ગામે વડીલોપાર્જીત જમીનમાં કાકાના ભાગે આવેલી જમીન પર ભત્રીજાએ દુકાનો બાંધી દીધી હતી અને બારોબાર વેચી દીધી હતી. આ અંગે કાકાએ હક્ક માંગતા તેમને ધમકી આપી હતી. આખરે મામલો લેન્ડ ગ્રેબીંગ કમિટિમાં જતા પોલીસે દુકાનદારો સહિત ભત્રીજા સામે ગુનો નોંધ્યો હતો.

આણંદના અમુલ ડેરી રોડ પર રહેતા શાંતિલાલ અંબાલાલ પટેલ કુલ આઠ ભાઈ – બહેન છે. જેમાં સૌથી મોટા પૂનમભાઈ, કનુભાઈ, મનુભાઈ અને સૌથી નાના શાંતિલાલ છે. જ્યારે બાકીની ચાર બહેનો છે. આ પરિવારની વડીલોપાર્જીત જમીન વાસદ – તારાપુર રોડ પર હાઈવે ટચ આવેલી છે. જે શાંતિલાલના પિતા અંબાલાલ પુરૂષોત્તમદાસ પટેલના નામે ચાલતી હતી. જોકે, તેઓ ગુજરી જતાં હક્ક માટે કાયદાકીય લડત શરૂ થઇ હતી. જેમાં શાંતિલાલના ભાગે જમીનનો ચોથો હિસ્સો આવ્યો હતો. જોકે, આ કાયદાકીય લડતમાં પૂનમભાઈ, કનુભાઈ, મનુભાઈ તથા હિરાબહેન દ્વારા દાખલ કરાયેલો દાવો હજુ પણ ચાલી રહ્યો છે. આમ છતાં શાંતિલાલનો ભત્રીજો ઘનશ્યામ પૂનમભાઈ પટેલએ કોઇની પણ પરવાનગી લીધા વગર સન 2011માં કુલ છ દુકાનો બાંધી દીધી હતી. આ અંગેની જાણ થતાં શાંતિલાલે પોતાના હિસ્સામાં આવેલી જમીન તથા દુકાનો સોંપી દેવા કહ્યું હતું. પરંતુ તેણે દુકાનો મેં બાંધી છે, હું ખાલી કરવાનો નથી. તમારાથી થાય તે કરી લેજો. તેમ ઉધ્ધત જવાબ આપતો હતો. આ અંગે શાંતિલાલે રામટેકરીમાં રહેતા તેમના મિત્ર કિશોર રામદાસ પટેલને સાથે લઇ જઇ ઘનશ્યામ પટેલને દુકાન તથા જમીન આપી દેવા કહેતા હતા. પરંતુ ઘનશ્યામ ગણકારતો નહતો અને ઉલટાનો ઝઘડો કરતો હતો.

આ ઉપરાંત આ અંગે દુકાનદારોને પણ જાણ કરવા છતાં તેઓ ખાલી કરવાની ના પાડતા હતા અને ઉલટાનું ઝઘડો કરતાં હતાં. આખરે 2021માં શાંતિલાલે ફરી ઘનશ્યામને જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો ધરાવતા દુકાનવાળા પાસે ગયા હતા અને જમીન તથા દુકાનો સોંપી દેવા જણાવ્યું હતું. જોકે, તમામ માણસોએ દુકાન ખાલી કરવાની ના પાડી હતી. આખરે આ અંગે 2022માં આણંદ જિલ્લા લેન્ડ ગ્રેબીંગ કમિટીમાં ભત્રીજા ઘનશ્યામ પુનમ પટેલ સહિત દુકાનદારો સામે ફરિયાદ આપી હતી. જે કમિટિએ માન્ય રાખી પોલીસ ફરિયાદ કરવા હુકમ કર્યો હતો.

જીલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની હુકમ થતા વાસદ પોલીસે શાંતિલાલની ફરિયાદ આધારે તેના ભત્રીજા ઘનશ્યામ પુનમ પટેલ, ભાવના એન્જિનીયરીંગના ભાગીદારો હિતેશ રમણ પટેલ, સંજય રમણ પટેલ, ભારકાદેવી આઈસ્ક્રીમના ભાગીદારો રતનલાલ કમલાપ્રસાદ ભટ્ટ, સુંદરલાલ કમલાપ્રસાદ ભટ્ટ અને પપ્પુ ઇલેક્ટ્રીક્સના ચંદ્રસિંહ ઉર્ફે ચંદુ રણજીતસિંહ રાજ (રહે.અડાસ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم