શિવસેનાના નવા સંગઠનની રચના કરવામાં આવી; શિવસેનાના પ્રદેશ પ્રભારી સહિતના આગેવાનો હાજર રહ્યાં | A new Shiv Sena organization was formed; Shiv Sena regional in-charges and other leaders were present | Times Of Ahmedabad

પોરબંદર5 કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદરમાં શિવસેનાના નવા સંગઠનની રચનાના ભાગરૂપે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા શહેરમાં બાઇક રેલી તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા શીવસેનાના પ્રદેશના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.

પોરબંદર શહેરના રિવરફ્રન્ટથી પેરેડાઈઝ નવા ફુવારા સુધી એક બાઈક રેલી યોજાઈ હતી. બાઈક રેલીમાં શીવસેનાના ગુજરાત પ્રદેશ પ્રભારી જીમ્મી અડવાણી સહિતના પ્રદેશના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલી બાદ સાગર સંસ્કાર હોલ ખાતે એક સભાનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું. સભામાં સંગઠનના નવા હોદ્દેદારોના નામની પણ વિધીવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. શીવસેનાના પોરબંદર જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી કલ્પેશ રાતડીયાને આપવામાં આવી છે. તો પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે અશોક થાનકીને જવાબદારી સોંપવામાં આવી હતી.

શીવસેનાના ગુજરાત પ્રદેશ પ્રભારી જીમ્મી અડવાણીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શીંદેના માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લામાં શીવસેના જિલ્લા સંગઠનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારો શહેર અને જિલ્લાની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને આવતા દિવસોમાં પ્રજાની સાથે થતા અન્યાયનો શીવસેના અવાજ બની કાયદાની રૂએ લોકોને મદદરૂપ થઈએ તેવો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post