રક્ત દાન કરવા લોકોને અપીલ કરવામાં આવી; જાણો રક્તદાન કરવાથી થતા ફાયદાઓ વિશે | People were appealed to donate blood; Learn about the benefits of donating blood | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)5 કલાક પહેલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત મહીસાગર લુણાવાડા દ્વારા આવતીકાલે એટલેકે, તા. 17/4/2023ને સોમવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાન એ મહાદાન છે, તે ઉમદા હેતુથી રાખવામાં આવેલ છે. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર જનતાએ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. આ કેમ્પનું સ્થળ રૂમ નંબર 13 મીડીએશન સેન્ટર, જિલ્લા ન્યાયાલય, વરધરી રોડ કલેક્ટર કચેરીની બાજુમાં લુણાવાડા ખાતે રાખવામાં આવેલું છે. તમામ લોકોને આ બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી બની અને બ્લડ ડોનેટ કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

રક્તદાન કોણ કોણ કરી શકે અને તેના ફાયદા શું?
જેમનો વજન 50 કિલોથી વધારે હોય તેવા 18 વર્ષથી ઉપરની ઉંમરના પુરુષો રક્તદાન કરી શકશે. તેમજ જેમનો વજન 45 કિલોથી વધારે હોય તેવી 18 વર્ષથી ઉપરની ઉંમરની સ્ત્રી રક્તદાન કરી શકશે.

રક્તદાન કરવાથી થતા ફાયદાઓ:

  • વજન નિયંત્રણમાં રહે છે
  • હૃદય અને લીવરને સ્વસ્થ રાખે છે
  • રક્તદાન કરવાથી કેન્સરનું જોખમ ઘટે છે
  • રક્તકણોના ઉત્પાદનોમાં પ્રોત્સાહન આપે છે

ત્યારે આવતીકાલે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત મહીસાગર લુણાવાડા દ્વારા તારીખ 17/04/2023ને સોમવારના રોજ સવારે 10:15થી બપોરના 04:30 સુધી યોજાનાર રક્તદાન કેમ્પમાં લોકોએ ભાગીદાર થઈ રક્તદાન કરવાં માટે અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post