અમદાવાદ34 મિનિટ પહેલા
- કૉપી લિંક
- હાઇકોર્ટે કેસને મોરબી ટ્રાન્સફર કર્યો
વકીલને એસિડ છાંટીને મારી નાખવાની ધમકી આપનાર કચ્છના આરોપીનો કેસ લડવા કોઇ વકીલ તૈયાર નહી થતા હાઇકોર્ટમાં પીટીશન કરાઇ હતી. આ કેસને કચ્છ થી મોરબી ખસેડવા દાદ માગવામાં આવી હતી. હાઇકોર્ટે આરોપીની પીટીશન ગ્રાહ્ય રાખીને કેસ હળવદમાં ટ્રાન્સફર કર્યો હતો. ભુજમાં એક વકીલને આરોપી દ્વારા એસિડ છાંટીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ કેસમાં આરોપીનો કેસ લડવા કોઇ વકીલે તૈયારી બતાવી નહોતી. ભુજ બાર એસોસિએશન દ્વારા તમામ વકીલોએ ઠરાવ કર્યો હતો કે, કોઇએ આરોપી તરફથી કેસ લડવો નહી. આરોપી વતી કોઇ વકીલે કોર્ટમાં રજુઆત નહી કરતા તેને કોર્ટે સજા ફટકારી હતી. આરોપીએ ભુજની કોર્ટમાં એવી રજુઆત કરી હતી કે, જયારે ચાર્જશીટ રજૂ કરાયુ ત્યારે પણ તેનો બચાવ કરવા કોઇ વકીલ તૈયાર થયા નહોતા.
અન્ય સમાચારો પણ છે…