પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક
રાષ્ટ્રીય વિધાર્થી સંગઠન (NSUI)નો આજે 52મો સ્થાપના દિવસ છે. NSUI વિધાર્થી માટે લડતું સંગઠન છે. કેરાલા સ્ટુડન્ટ્સ યુનિયન (KSU) અને વેસ્ટ બેંગાલ છાત્ર પરિષદના જોડાણથી બનેલો નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈંડીયા(NSUI)ની સ્થાપના 9 એપ્રિલ 1971ના રોજ દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ: ઈંદિરા ગાંધીના માર્ગદર્શનથી થઇ હતી અને તે તેમના પ્રથમ ચેરમેન હતા. વિદ્યાર્થીઓની સમસ્યા માટે સતત સંઘર્ષ કરતા સંગઠને DSU અને JNUના મહત્વપૂર્ણ સંગઠનોની ચૂંટણીઓ જીતી એક સંગઠનની તાકાત સિધ્ધ કરી, દેશના અનેક આગેવાનોએ પોતાની રાજકીય કારકીર્દીનો પ્રારંભ NSUIથી કર્યો છે. આજે કોંગ્રેસ પક્ષમાં મુખ્યમંત્રી કે કોંગ્રેસ સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રીઓ કે પ્રદેશના પ્રભારીઓ NSUIનું પ્રતિનિધિત્વ કરે છે. કોઇ વિધાર્થીઓ માટેની સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય કે કોઇ પણ સેવાકીય પ્રવૂતિ હોય તે માટે NSUI કાર્ય કરે છે.

એનએસયુઆઈના 53મા સ્થાપના દિન નિમિતિ પોરબંદર NSUI દ્વારા સેવાકીય કાર્યો કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના અસ્માવતી રિવરફ્રન્ટ પાસે ઝુપડપટ્ટીમાં રહેતા બાળકો સાથે ઉજવ્યો હતો. NSUI ટીમના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા નાના બાળકોને કેન્ડી ખવડાવીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
