જામનગર7 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગર શહેરમાં આજે રાજ્યપાલનું આગમન થયું છે, ત્યારે જામનગરની એક શાળાના પૂર્વ આચાર્ય સામે કડક પગલાં ભરવા અને તેના દ્વારા ચલાવાતી ખાનગી કોલેજની માન્યતા રદ કરવાની માંગણી સાથે એનએસયુઆઈ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરાયું હતું. દરમિયાન સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.એસ. વાઢેર તેમજ એલઆઇબીના દેવસુરભાઈ સાગઠીયા વગેરે પોલીસ સ્ટાફ દ્વારા મુખ્ય હોદેદાર તૌશિફખાન પઠાણ તેમજ રવિરાજસિંહ જાડેજાની અટકાયત કરી લેવામાં આવી હતી.

જામનગરની એક સ્કૂલના પૂર્વ આચાર્ય મનીષ બુચ કે જેની સામે દુષ્કર્મ અંગેનો કેસ નોંધાયો છે, તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, તેવી માંગણી કરાઈ હતી, જ્યારે તેના દ્વારા હાલમાં એક ખાનગી કોલેજ ચલાવવામાં આવી રહી છે, જે કોલેજની માન્યતા રદ કરવાની માંગણી સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, અને રાજ્યપાલને આવેદન આપવા માટે જઇ રહેલા બંને હોદેદારોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઇ છે.

