જામનગર મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણ પખવાડીયાની ઉજવણી | Nutrition fortnight celebration by ICDS department of Jamnagar Municipality | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ જામનગર મહાનગરપાલિકા આઈસીડીએસ શાખા દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા દિવસ તેમજ પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 માર્ચ 2018ના રોજ રાષ્ટ્રીય પોષણ અભિયાનનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભારત સરકાર દ્વારા પ્રતિ વર્ષ માર્ચ મહિનામાં પોષણ પખવાડિયું ઉજવવામાં આવે છે, આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ બાળકો સગર્ભા ધાત્રી માતાઓને આરોગ્ય અને પોષણને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેમજ પૂર્ણા યોજના 15 થી 18 વર્ષની શાળાએ જતી તથા ન જતી કિશોરીઓને પ્રતિ માસ ચોથા મંગળવારે વિવિધ પ્રવૃત્તિઓ અને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકા આઇસીડીએસ શાખા દ્વારા તાજેતરમાં પોષણ પખવાડા અને પૂર્ણ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં કિશોરીઓને પૂર્ણા યોજના આરોગ્ય અને પોષણ ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરાયું હતું, તેમજ કિશોરીઓને પૂર્ણાં કન્સલ્ટન્ટ દ્વારા આરોગ્યપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા થયેલ કિશોરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post