સુરત28 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાહુલ ગાંધી દ્વારા સ્ટે ઓફ કનવિકશનની અપીલ કરવામાં આવતા ફરિયાદી પક્ષે વાંધા રજૂ કર્યા
રાહુલ ગાંધી માનહાની કેસમાં બે વર્ષની સજા થયા બાદ ખૂબ જ રાજકીય રીતે ગરમાવો આવી ગયો હતો. રાહુલ ગાંધીનો સાંસદ પદ રદ થઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. રાહુલ ગાંધીની દિલ્હીથી આવેલી લીગલ ટીમ દ્વારા જે સજા ફટકારવામાં આવી હતી તેને લઈને અપીલ કરી હતી.
સ્ટે ઓફ કન્વેક્શનને લઈને વાંધા રજૂ થયા
રાહુલ ગાંધીને નીચલી કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી છે જેને કારણે તેમનો સાંસદ પદ પણ રદ થઈ ગયું છે રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલાર ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના સંબોધનમાં મોદી નામની અટકવાળા ચોર હોય છે પ્રકારની વાત કરી હતી. જેને લઈને સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પુણે જ મોદીએ માનહારી નો કેસ રાહુલ ગાંધી સામે દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરતા તેમને સ્ટે ઓફ કન્વેકશન માટેની અપીલ કરી છે. એ અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલા કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજુ કરવા માટે હુકમ કર્યો હતો.
નીચલી કોર્ટે જે પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા તે રજૂ કરાયા
ફરિયાદી પક્ષના એડવોકેટ કેતન રેશમવાલય જણાવ્યું કે 13 તારીખે રાહુલ ગાંધી દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેના ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે તે પહેલા નામદાર કોર્ટે મૂળ ફરિયાદી પક્ષને વાંધા રજૂ કરવા નો હુકમ કરાતા આજે અમે વાંધા રજૂ કર્યા છે જેમાં કાયદાકીય મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે તેમ જ રાહુલ ગાંધીના કેરેક્ટરને લઈને પણ કેટલીક બાબતો રજૂ કરવામાં આવી છે. નીચલી કોર્ટ દ્વારા જે પુરાવાઓને ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. તે પુરાવા વાંધા અરજી સાથે મૂકવામાં આવ્યા છે. જેની એક કોપી બચાવ પક્ષના વકીલને પણ આપવામાં આવી છે.