Wednesday, April 26, 2023

પુષ્ય નક્ષત્રના દિવસે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા આવતીકાલે વિના મૂલ્યે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે | On the day of Pushya Nakshatra, Mantraushadhi Suvarnaprashan will be administered free of charge tomorrow by Sankshatra Arya Gurukulam. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • On The Day Of Pushya Nakshatra, Mantraushadhi Suvarnaprashan Will Be Administered Free Of Charge Tomorrow By Sankshatra Arya Gurukulam.

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

આગામી તારીખ 27મી એપ્રિલ ગુરુવારના રોજ સમગ્ર ભારતભરમાં અલગ અલગ કેન્દ્રો પર વિના મૂલ્યે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે, જેમાં સુરત ના વિવિધ વિસ્તારોમાં આવેલ 25 કેન્દ્રો પર પણ મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે.

ભારતભરના 18 રાજ્યોમાં 700થી વધુ કેન્દ્ર

બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો, સ્મૃતિ શક્તિમાં વધારો તેમજ બાળકનો વર્ણ તેમજ અવાજ સારો થાય તે હેતુથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મુવમેન્ટ સમગ્ર ભારતભરના 18 રાજ્યોમાં 700થી વધુ કેન્દ્ર પર 50 વર્ષોથી અવિરત રૂપે ચલાવવામાં આવે છે. આવું અદભૂત મંત્રૌષધિ સુવર્ણપ્રાશન વિશ્વનાથ ગુરુના આર્શિવાદથી પ્રાપ્ત થયેલ છે. આ સુવર્ણપ્રાશન બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, સુવર્ણ તેમજ મધના સંયોજનથી તૈયાર કરવામાં આવેલ છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. ગત 31 ઓગસ્ટ 2023ના રોજ ગાંધીનગર માં ભાજપ ડૉક્ટર સેલ, ગાંધીનગર મહાનગર પાલિકા અને ભાજપ સેલ દ્વારા આંગણવાડીમાં અભ્યાસ કરતાં 1 લાખ 48 હજાર બાળકો સહીત સમગ્ર ભારતમાં 5 લાખ બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવી મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવી વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો.

સુરતમાં 25 કેન્દ્રો પર પણ મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે

આ મુવમેન્ટ અંતર્ગત આગામી તારીખ 27મી એપ્રિલ ગુરુવાર ના રોજ સમગ્ર ભારતભર માં અલગ અલગ કેન્દ્રો પર વિના મૂલ્યે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે, જેમાં સુરત ના વિવિધ વિસ્તારોમાં આવેલ 25 કેન્દ્રો પર પણ મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે. ગયા પુષ્ય નક્ષત્રના દિવસે સુરતમાં 2500થી વધુ બાળકો ને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન ની:શુલ્ક પીવડાવવામાં આવ્યા હતા. જે મુવમેન્ટ અવિરત પણે ચાલુ જ રહેવાની છે, તેમાં આ વખતે તા. 27મી એપ્રિલ ગુરુવારે પણ બાળકોને વિના મુલ્યે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે.