જામનગર2 કલાક પહેલા
- કૉપી લિંક

જામનગર માં ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વીર રાજપુત શિરોમણી મહારાણા પ્રતાપજીની પ્રતિમાનું લોકાર્પણ કરવાનું છે. ત્યારે ખાસ અને તાત્કાલિક 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા મહારાણા પ્રતાપની સ્ટેચ્યુની અનાવરણ પ્રસંગે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે. જેનું આયોજન 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે.

જ્યારે વર્ષો જૂની રાજપૂત સમાજની મહારાણા પ્રતાપના સ્ટેચ્યુની માંગણી હતી ત્યારે કાલે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુનું અનાવરણ થશે અને વર્ષો જૂની માગણી પૂર્ણ થશે તેની સાથે ખાસ 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા મહારાણા પ્રતાપના સ્ટેચ્યુના અનાવરણ પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે અને હાલ હેલિકોપ્ટર જામનગર એરપોર્ટ ખાતે આવી ચૂક્યું છે.
