Saturday, April 8, 2023

હિંમતનગરમાં વીડિયો ફોટો એસોસીએસન દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ; પ્રાંતિજની પીક્સલ ઈલેવન ટીમ વિજેતા બની | One day cricket tournament organized by Video Photo Association in Himmatnagar; Prantij's Pixel XI team emerged victorious | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલા બલોચપુર પાસેના SDCA ક્રિકેટ ગ્રાઉન્ડ પર હિંમતનગર વીડિયો અને ફોટો એસોસીએસન દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ- 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છ ટીમોએ ભાગ લીધો હતો અને પ્રાંતિજની પીક્સલ ઈલેવન ટીમનો વિજય થયો હતો.

125 સભ્યો ધરાવતા હિંમતનગર વીડિઓ ફોટો એસોસીએસન દ્વારા એક વિચારને સભ્યોએ વધાવીને હિંમતનગર વીડિયો ફોટો એસોસીએસન દ્વારા આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નું આયોજન કર્યું હતું. શનિવારે SDCA ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટમાં પ્રાંતિજ વીડિયો ફોટો એસોસીએસનની બે અને હિંમતનગર એસોસીએસનની ચાર મળી છ ટીમો વચ્ચે મેચ દિવસ દરમિયાન રમાઈ હતી. 12 ઓવરની પ્રથમ ટાઇગર ઈલેવન અને પ્રિન્સ ઈલેવન વચ્ચે મેચ રમાઈ જેમાં પ્રિન્સ ઇલેવનનો વિજય થયો હતો. ત્યારબાદ લાયન ઈલેવન અને સ્માર્ટ ઈલેવન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં લાયન ઈલેવનનો વિજય થયો હતો.

ત્રીજી મેચ કિંગ ઈલેવન અને પિકસલ ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં પિકસલ ઈલેવનનો વિજય થયો હતો. ત્યારબાદ પોઈન્ટ આધારે પ્રિન્સ ઈલેવન અને લાયન ઈલેવન વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં પ્રિન્સ ઈલેવન વિજય થઇ હતી. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ પ્રાંતિજની પીક્સલ ઈલેવન અને હિંમતનગરની ર્પીન્સ ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં પીક્સલ ઈલેવને ટોસ જીતીને બેટિંગ કરીને 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 195 રન કર્યા હતા. જવાબમાં હિંમતનગરની પ્રિન્સ ઇલેવને 12 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 96 રન કર્યા હતા. જેથી પ્રાંતિજની પીક્સલ ઇલેવનનો 99 રને વિજય થયો હતો. હિંમતનગર વીડિયો ફોટો એસોસીએસન દ્વારા આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ પૂર્ણ થયા બાદ આયોજનમાં સહયોગી દ્વારા પ્રાંતિજની પીક્સલ ઈલેવનને વિજેતા ટ્રોફી અને હિંમતનગરની પ્રિન્સ ઇલેવનને રનર્સઅપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ અંગે હિંમતનગર વીડિયો ફોટો એસોસીએસનના પ્રમુખ મુકેશ પટેલ અને મંત્રી મૌલિક પંચોલી સહીત એસોસીએસન દ્વારા જણાવ્યું હતું કે, સવાસો સભ્યોએ વિચારને વધાવીને આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી. આઈપીએલ જેવા જ મેદાન પર ફોટોગ્રાફરોએ મેચ રમી હતી. તો આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરિઝની બે ટ્રોફી પ્રાંતિજની પીક્સલ ઈલેવનના ભદ્રેસ પટેલને એનાયત કરાઈ હતી. પ્લેયર ઓફ ધ મેચ તરીકે પ્રિન્સ ઈલેવનના ખેલાડી વસંતસિંહને, લાયન ઈલેવનના ખેલાડી ભરતસિંહને બેસ્ટ બોલરની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: