જૂનાગઢના વંથલીના કણજા અને ખોખરડા વચ્ચે મિનિ ટ્રેકટર પુલ પરથી નીચે પડતા એકનું મોત, એક ઘાયલ | One dead, one injured after mini tractor falls off bridge between Kanja and Khokharda in Vanthali, Junagadh | Times Of Ahmedabad

જુનાગઢ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જુનાગઢ જિલ્લાના વંથલીના કણજા અને ખોખરડા ફાટક વચ્ચે પોતાના ખેતરેથી આવતા એક જ પરિવારના બે સભ્યો મીની ટેકટર પર સવાર હતા તે સમયે ચાલકે ટ્રેક્ટર પરથી કાબુ ગુમાવતા મીની ટેકટર કુલ નીચે ખબકતા અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું,અને 1 ને ગંભીર ઇજા પહોંચી હતી.

આ અકસ્માતમાં ખોખરડા ગામના 22 વર્ષીય નવનીત કાનગડ નામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.તો ખોખરડા ના 17 વર્ષીય હિરેન કાનગડ ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો.મૃતક યુવાનને પોસ્ટમોર્ટમ અર્થે વંથલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે 22 વર્ષીય યુવક નું મોત નિપજતાં ખોખરડા ગામ અને પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم