નખત્રાણાના વિરાણીમાં ખાનગી એકમ અને આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ફાયર જાગૃતિ અને દંત ચિકિત્સા કેમ્પનું આયોજન | Organized fire awareness and dental camp in Virani, Nakhtrana by joint initiative of private unit and health center | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

નખત્રાણાના વિરાણી ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ગામની બહેનો માટે નિઃશુલ્ક તબીબી કેમ્પ અને ફાયર સેફ્ટીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાનગી કંપની અને સામુહિક આયોગ્ય કેન્દ્ર નખત્રાણાના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં કુલ 35 બાલિકા તેમજ 12 સ્ટાફના લોકોએ ભાગ લીધો.

10 બાલિકાને રેફરલ સારવારની જરૂર જણાઈ
જેમાં ડેન્ટલ કેમ્પ અંતર્ગત KGBVની કુલ 35 બાલિકાઓની તપાસ કરવામાં આવી હતી સાથેજ પર્સનલ હાઇજિન કીટ પણ આપવામાં આવી હતી. જેમાંથી 10 બાલિકાને રેફરલ સારવારની જરૂર જણાઈ હતી તેવી બલિકાઓને આગામી ટૂંક સમયમાં સી.એચ.સી નખત્રાણા અને KGBV દ્વારા રેફરલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

આ કાર્યકમમાં હિનાબેન ભરતભાઇ કારંગિયા – હેડ ટીચર કમ વરડન KGBV, BRC ભાવના અધિકારી, રોશન પરમાર – CSR અધિકારી ધવલ કણેત – સેફ્ટી ઓફિસર, તેમજ સી.એચ.સી નખત્રાણા તરફથી ડો. અશ્વિની કલોલાએ મુખ્ય સેવા આપી હતી. ઉલ્લેખનીય છે કે, ખાનગી કંપની દ્વારા વિવિધ સરકારી તંત્રના સહયોગ સાથે આ વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી રહે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post