ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 'ધ જર્ની ઓફ એ ન્યુ જનરેશન' કવીઝનું આયોજન | Organized 'The Journey of a New Generation' Poems at Regional Science Center, Bhavnagar | Times Of Ahmedabad

ભાવનગર6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી(ગુજકોસ્ટ) દ્વારા ‘ગુજરાત STEM ક્વિઝ 2.0’ નું આયોજન કરવામા આવ્યું હતું. જે અંતર્ગત ભાવનગરમાં આયોજીત ક્વિઝ સ્પર્ધામાં જિલ્લાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

દરેક તાલુકામાથી 10 વિદ્યાર્થીઓની પસંદગી
રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત STEM ક્વિઝ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું, ધ જર્ની ઓફ એ ન્યુ જનરેશન ક્વિઝમા ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી દરેક તાલુકામાથી 10 વિદ્યાર્થીઓની પસંદગી રાજ્ય કક્ષા માટે થશે. આ વિજેતા વિદ્યાર્થિઓને ડ્રોનકીટ, રોબોટિકકિટ, ટેલિસ્કોપ વગેરે માંથી કોઈ એક ઈનામ આપવામા આવશે અને સ્ટેટ લેવલે વિજેતા વિદ્યાર્થીઓને લેટેસ્ટ લેપટોપ, ટેબ્લેટ જેવા ઈનામો મળશે તેમજ વિજેતા વિદ્યાર્થીઓને બુટકેમ્પમાં ભાગ લેવાની તથા ખ્યાતનામ સંસ્થાઓની મુલાકાત લેવાની તક મળશે.

ક્વિઝનો મુખ્ય હેતું બાળકોને ગમ્મત સાથે જ્ઞાન
‘ગુજરાત STEM ક્વિઝ 2.0’ મા ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે નારીગામ પાસે આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વ્યવસ્થા ગોઠવામા આવી હતી. આ ક્વિઝમા ભાવનગર જિલ્લાના બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ઓનલાઈન યોજનારી આ ક્વિઝમાં રજિસ્ટેશન કરેલ વિદ્યાર્થીઓને યુઝર આઈ ડી અને પાસવર્ડ તેમના મોબાઈલ નંબર પર મોકલી દેવામા આવ્યા હતા. આ ક્વિઝમા મુખ્ય હેતુ બાળકો ને “ગમ્મત સાથે જ્ઞાન” આપવાનો હતો.

અનોખી શૈક્ષણિક આઉટરિચ પ્રવૃતિ
આ ક્વિઝમાં ભાવનગર જિલ્લાના ઘણા બધા બાળકોએ ઘરે બેઠા ઓનલાઇન ભાગ લીધો હતો અને સાથે ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓ રિજિયોનલ સાયન્સ સેન્ટર પર આવી અને ઓનલાઇન ક્વિઝમા ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડો.ગિરિશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. ગુજરાત STEM ક્વિઝએ એક અનોખી શૈક્ષણિક આઉટરિચ પ્રવૃતિ છે જે શિક્ષણ, આનંદ અને સ્પર્ધાને જોડે છે. તેને અનૌપચારિક વિજ્ઞાન શિક્ષણને ઘ્યાનમા રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. જ્યારે તે સ્પર્ધાત્તમક પણ છે તે દરેક વિદ્યાર્થીઓના STEM શિક્ષણમા નોંધપાત્ર શૈક્ષણિક મુલ્ય પણ ઉમેરે છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم