ઝાલાવાડના અનેક હનુમાન મંદિરોમાં બટુક ભોજન, ભજન, સંતવાણી, સુંદરકાંડ, યજ્ઞ, હનુમાન ચાલીસાના પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન | Organized religious programs including Batuk Bhojan, Bhajan, Santwani, Sundarkand, Yagya, Hanuman Chalisa recital in several Hanuman temples of Jhalawad. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Organized Religious Programs Including Batuk Bhojan, Bhajan, Santwani, Sundarkand, Yagya, Hanuman Chalisa Recital In Several Hanuman Temples Of Jhalawad.

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

આજે હનુમાનજી મહારાજની જન્મજયંતિ છે. ત્યારે ઝાલાવાડના હનુમાન મંદિરોમા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આજે હનુમાન જયંતિની ભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે. આજે ચૈત્રી પૂનમ છે. ભગવાન હનુમાનજી દાદાની જન્મ જયંતિ, અંજની પુત્રની જન્મ જયંતિ નિમીત્તે સુરેન્દ્રનગર શહેર સહીત જિલ્લાભરમાં આવેલા હજારો હનુમાનજી મંદિરોએ આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.

કોરોનાકાળની પાબંદીઓ પછી હવે તહેવારો-ઉત્સવો છુટથી ઉજવી શકાય છે. ત્યારે આ વર્ષે હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. હનુમાનજીના મંદિરો ભવ્ય રીતે શણગારવામાં આવ્યાં છે, અને આ સજાવટ જોવા તેમજ રાત્રે યોજાતા ભજન, સંતવાણી, લોક ડાયરાને માણવા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ભાવિકો ઉમટી પડ્યાં હતા. જેથી સુરેન્દ્રનગરમાં મેળાવડા જેવું વાતાવરણ સર્જાયુ છે.

હનુમાન જયંતિ નિમીતે સુંદરકાંડ, હવન,યજ્ઞ,બટુક ભોજન, મહાપ્રસાદ, મહાઆરતી, સંતવાણી, સહીતના ધાર્મિક કાર્યક્રમોના ઠેર ઠેર આયોજન થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,એકલા સુરેન્દ્રનગર શહેરમાં જ 1500થી 2000 જેટલા હનુમાનજી મંદિર છે. ત્યારે શેરીએ-શેરીએ જોવા મળતા આ મંદિરોના નામમા પણ વિશિષ્ટતા છે. લીંબડીયા હનુમાનજી, ખીજડીયા હનુમાનજી, પીપળીયા હનુમાનજી, જેવા વૃક્ષ પરના નામ પરથી મંદિરનાં નામ છે. તો રોકડીયા હનુમાનજી, લક્ઝરીયા હનુમાનજી, પાતાળીયા હનુમાનજી જેવા નામો પણ છે.

શહેરમાં ખિજડીયા હનુમાનજી, બાલા હનુમાનજી, છબીલા હનુમાનજી, પંચમુખી હનુમાનજી જેવા મંદિરો પણ ખુબ જાણીતા છે. દર શનિવારે આ મંદિરોમાં ભક્તો આસ્થાપુર્વક માથુ ટેકવે છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં પણ હનુમાનજીના મંદિરો આસ્થાનું પ્રતિક બન્યા છે. વઢવાણ-વાઘેલા રોડ ઉપર આવેલ કાનેટી હનુમાનજી, ચોટીલા પંથકમાં બાવન હનુમાનજી, ભોળા હનુમાનજી, ગેથળા હનુમાનજી, પાતાળીયા હનુમાનજી, સરધરાના હનુમાનજી, નારીચાણાના સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરે ભાવિકો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે.

કારતક મહિનાના શનિવારે, કાળી ચૌદશ, હનુમાન જયંતિ જેવા દિવસોમાં આ મંદિરોમાં પણ ભક્તોનું અનોખું ઘોડાપુર ઉમટે છે. સુરેન્દ્રનગર જિલ્લામા હનુમાન જયંતીનુ વિશેષ મહત્વ રહ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતી ધામધૂમથી ઉજવવા માટે શહેરના લોકોએ ઉજવણીને આખરી ઓપ આપવા માટે અંતિમ કામગીરી હાથ ધરી હતી. શહેરના વિવિધ હનુમાન મંદિરોમા હવન, બટુકભોજન , કથા તેમજ ડાયરાઓનુ આયોજન કરવામાં આવ્યું હતુ. દેશમાં સૌથી વધુ હનુમાન મંદિરો ધરાવતા શહેર તરીકે જાણીતુ હોય તો એ સુરેન્દ્રનગર છે.

દરેક ચોકમા નાના મોટા અનેક હનુમાન મંદિરો આવેલા છે
આ દરેક મંદિરોમા ભક્તો દર શનિવારે પૂજા અર્ચના અને આરતી કરતા હોય છે. હનુમાન જયંતીનુ મહત્વ આબાલ વૃધ્ધ દરેક માટે વિશેષ હોય છે. શહેરમા આવેલા હનુમાનજીના દરેક મંદિર અને દેરી ઉપર મંડપ બાંધીને રોશનીથી શણગારવામા આવ્યા હતા. તેમજ દરેક મંદિરે હવન, બટુક ભોજન, કથા તેમજ ડાયરાઓનુ આયોજન પણ કરવામાં આવ્યું હતુ.
સાંજે હનુમાનજીના દર્શન માટે શહેરમા માનવ મહેરામણ ઉમટે છે. ચૈત્રિ નવરાત્રિ અને હનુમાન જયંતી બન્ને તહેવારોના સમન્વયથી ભાવિકો ભકિતમય બન્યા છે. શહેરમાં આવેલા ખીજડીયા હનુમાન,બાલા હનુમાન, રોકડીયા હનુમાન, વિજળીયા હનુમાન, પંચમુખી હનુમાન તથા જોરાવરનગર, રતનપર તથા વઢવાણમા ફુલચોક હનુમાન, વાડીપ્લોટવાળા હનુમાન તથા વાઘેલા રોડ ઉપર આવેલા કાનેટી હનુમાન અને માળોદ રોડ ઉપર આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

મુસ્લિમના ખેતરમાં દાદાની સ્થાપના
વઢવાણમાં પણ એક મુસ્લિમના ખેતરમાં ડુંગરિયા હનુમાનની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં ખેતરમાં આ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઇ હતી. અને આ મૂર્તિની હાલમાં દરેક ખેડૂતો પૂજા કરે છે. આજના દિવસે અને જ્યાં સતવારા તેમજ ઘાંચી સમાજના લોકો ડુંગરિયા હનુમાન પાસે માનતા બાધા પણ રાખતા હોય છે અને તેમની બાધા પૂર્ણ થાય છે. ત્યારે આ હનુમાનજીની મૂર્તિને બાજરાનો રોટલો અને ડુંગળીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ વહેંચવામાં પણ આવે છે. ત્યારે વઢવાણમાં મુસ્લિમ પરિવારના ખેતરમાં ડુંગરિયા હનુમાનની સ્થાપના કરી અને ડેરી બનાવવામાં આવી છે. જ્યાં પણ ખેડૂતો તેને પૂજા અર્ચના કરે છે.

હનુમાનજીનાં નામ પરથી ગામનું નામ

ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ. ત્યારે લખતર તાલુકાના એક ગામમા હનુમાનજી ગામની જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થતા ગામનું નામ હનુમાનજીના નામ પર જ પડેલુ હોવાનો એક ઇતિહાસ છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે લખતર તાલુકાથી દસેક કી.મી. દૂર આવેલ ગામ એટલે કે બજરંગપુરા. આ ગામનું નામ પહેલા બાપોદરા હતું. પરંતુ વર્ષો પહેલાં ગામની જમીનમાં ખેતી કરતા એક ખેડૂત સાંતી ચલાવતા હતા. ત્યારે તેઓને જમીનમાંથી એક પથ્થર મળ્યો હતો. બાદમાં તેમણે જોયું તો તે હનુમાનજીની મૂર્તિ હતી. અને તેથી ગામલોકોએ આ જગ્યાએ હનુમાનજીનુ વિશાળ મંદિર બનાવેલુ છે. અને તે દિવસથી જ આ ગામને બાપોદરાને બદલે જ્યાં સ્વયં હનુમાનજીની મૂર્તિ પ્રગટ થયેલી હોઈ બજરંગપુરા નામ આપ્યું છે. અને ત્યારથી આજેપણ આ ગામ બજરંગપૂરા ગામ તરીકે જ ઓળખાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે હનુમાનજીનાં નામ ઉપરથી આ ગામનું રાખવામાં આવેલુ હોઈ હનુમાનજી જેમ લોકોની રક્ષા માટે તતપર રહેતા તેમ આ નાના એવા ગામનાં અંદાજે પચ્ચીસેક યુવાનો ફૌજમાં જોડાઈ માં ભોમની રક્ષાકાજે તત્પર જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, માલગાડીનાં તેલ ભરેલા ટેન્કરો આ જગ્યાએથી પસાર થતી વખતે ખરી પડ્યા હતા. અને મંદિરની બાજુમાં તેલના ખાબોચિયાં ભરાઈ જતા ગામના તેમજ આજુબાજુના એટલે કે, લખતર સુધીના લોકો જે વાસણ હાથમાં આવેલા તે લઇને તેલ લેવા દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم