નર્મદા (રાજપીપળા)36 મિનિટ પહેલા
- કૉપી લિંક

નર્મદા પંચકોશી પરિક્રમામાં છેલ્લા રવિવારે બે લાખથી વધુ ભક્તો પરિક્રમા કરવા આવ્યા હોય ભીડ જોઈ તંત્ર પણ ચોકી ગયું હતું. રાત્રીના 11 બાદ રામપુરા સહિતના વિસ્તારોમાં ગાડીઓથી પાર્કિંગ ફૂલ થઇ ગયું અને પ્રવાસીઓ રસ્તાપર મોટી ભીડ જામતા વધુ પ્રવાસીઓ આવે અને પરિસ્થિતિ મુશ્કેલીમાં મુકાય એ માટે વાવડી કરાંઠા વિસ્તારમાંથી રામપુરા તરફ પરિક્રમાવાસીઓને જતા અટકાવવામાં આવ્યા હતા. જોકે અનેક પરિક્રમાવાસીઓ ભીડ જોઈને પણ પાછા જતા રહ્યા હતા. સ્થાનિકો અને તંત્રએ કરેલી વ્યવસ્થાઓ પણ ભીડ વધતા ખૂટી પડી હતી, હજુ ચાર દિવસ પરિક્રમા ચાલશે.

ઉત્તરવાહિનીમાં નર્મદાની પંચકોશી પરિક્રમા છેલ્લા 25 દિવસથી ચાલી રહી છે અને હવે માત્ર ચાર દિવસ બાકી છે. ત્યારે પરિક્રમાના અંતિમ ચરણમાં દેશભરમાંથી વિવિધ રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં પંચકોશી પરિક્રમા કરવા આવ્યા હતા. અત્યાર સુધી 10 લાખ કરતા વધુ ભક્તોએ પરિક્રમા કરી છે. ત્યારે ખાસ કરીને જાહેર રજા અને શનિ રવિવારના ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ત્યારે રવિવારની રજામાં રેકોર્ડ બ્રેક 2 લાખ કરતા વધુ પ્રવાસીઓની ભીડ જામી હોય પુનઃ ધક્કા મુક્કી અને લાંબી કતારોમાં પરિક્રમાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કેટલાક તો પરિક્રમા અડધી કરી પરત ફર્યા હતા.

છેલ્લા 25 દિવસથી એક ધારા સેવામાં લાગેલા વહીવટી તંત્ર અને સુરક્ષા કરતા નર્મદા પોલીસના જવાનો પરિક્રમા વાસીઓની સેવામાં લાગ્યા છે. રાત્રીના ભક્તોની ભીડ વધતા સુરક્ષા માટે જાતે પોલીસ અધિકારીઓ ખડે પગે જોવા મળ્યા હતા. રામપુરા મંદિર પરિસર પેક ત્યાંથી 5 કિમિ સુધી લાંબી કતારો લાઈનો વાહનો મુકવામાં આવ્યા લોકો પરિક્રમા કરતા 10 કિમી વધુ ચાલ્યા હતા. બ્રિજ પર 25 જેટલી સંખ્યાના સ્લોટ મુજબ જવા દેવામાં આવ્યા હતા. કીડીમકોડી ઘાટ પર બોટો 20 હોવા છતાં ભીડ વધુ હોય ઓવરલોડ ભરી ભરીને પણ એક વાર પ્રવાસીઓને નદી પાર કરાવી, પોલીસ તંત્ર જાતે કામે લાગ્યું હતું.

