પંચમહાલ એલસીબીએ ઓરવાડા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો; મોબાઇલ, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો | Panchmahal LCB raids residential house at Orwada village; Items including mobiles, laptops were seized | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, ગોધરા તાલુકાના ઓરવાડા પેટે બલુંપૂરા ગામે આવેલા એક રહેણાંક મકાનમાં ગોધરા શહેરના કેટલાક ઈસમો ભેગા મળીને મકાન ભાડે રાખીને આઇપીએલ મેચ પર સટ્ટો રમાડી રહ્યા છે. RCB અને KKR વચ્ચે ચાલતી લાઇવ મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો. જેના આધારે એલસીબી પોલીસે ગતરોજ સાંજના સમયે છાપો માર્યો હતો. જેમાં ચાર જેટલા ઈસમો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

પોલીસે પકડાયેલા ઇસમોના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ ઝુલ્ફીકાર ઉર્ફે જેડી સોકત હુસેન દાવ, ઉજેફા ફારૂક અસલા, યાસીન અરફાત મીઠા અને ફઝલે કરીમ ઇબ્રાહીમ હુરી જણાવ્યા હતા. પોલીસે ઘરમાં તપાસ કરતા ક્રિકેટ સટ્ટો રમાડવામાં ઉપયોગમાં લેવાતાં રૂ. 43,500ની કિંમતના 11 મોબાઇલ ફોન, રૂ. 12,800 રોકડ, લેપટોપ અને બાઈક સહિત કુલ રૂ. 98,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર બનાવ અંગે ચારેય ઈસમો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post