સુરેન્દ્રનગર38 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગાંધી હોસ્પિટલના જર્જરિત પાર્કિંગ સ્ટેન્ડ.
- 2 વર્ષથી પાર્કિંગ સ્ટેન્ડ જર્જરિત છે, રોજની 400થી વધુની OPD
સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં અંદાજે 2 વર્ષથી વધુ સમયગાળા દરમિયાન પાર્કિંગ સ્ટેન્ડો જર્જરિત બની ગયા છે. અને હાલ પડુ પડુ અવસ્થામાં છે. આથી મોટી કોઇ દૂર્ઘટના થાય તે પહેલા યોગ્ય કામગીરીની લોકોમાં માંગ ઉઠી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સરકારી ગાંધી હોસ્પિટલમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. જેના કારણે આ હોસ્પિટલમાં દૈનિક 400થી વધુની ઓપીડી નોંધાઇ છે. જેમાં કેટલાક દર્દીઓ અને તેના પરિવારજનો નાના મોટા વાહનો લઇને હોસ્પિટલે આવતા હોય છે.
પરંતુ આ હોસ્પિટલના પાર્કિંગ સ્ટેન્ડો અંદાજે 2 વર્ષથી વધુ સમયગાળા દરમિયાન જર્જરિત બની ગયા છે. નીચેથી લઇને ઉપરના પતરાઓનું પણ આ સ્ટેન્ડોમાં નામો નિશાન નથી. કેટલીક વાર તો આ પાર્કિંગ સ્ટેન્ડ પડુ પડુની અવસ્થામાં દેખાતા લોકોને અકસ્માતનો ભય રહે છે.
આથી જ આ પાર્કિંગ સ્ટેન્ડ પડે અને જો ઇજાઓ થાય તો અહીં જ સારવાર મળે તેવો પણ લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો. આ સ્ટેન્ડોની આવી દશાથી જો કે પોતાની અને વાહનની સલામતને લઇને આવા જોખમી સ્ટેન્ડનો ઉપયોગ કરતા પણ લોકો દૂર રહી રહ્યા છે. આ અંગે હોસ્પિટલ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આ સ્ટેન્ડોની કામગીરી પીઆઈયુમાં આવે છે ગ્રાંટ આવે એટલે યોગ્ય કરાશે.