Wednesday, April 26, 2023

પાટણના સ્થાનિક લોકોની સાથે ખલીપુર, માંસા, વાયડ, શિહોરી અને ભીલડીના મુસાફરોને મળ્યો રેલવેનો સાથ | Passengers from Khalipur, Mansa, Wyad, Shihori and Bhildi along with the local people of Patan were supported by the Railways. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Passengers From Khalipur, Mansa, Wyad, Shihori And Bhildi Along With The Local People Of Patan Were Supported By The Railways.

પાટણ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ અને ભીલડી વચ્ચે ખલીપુર, માંસા, વાયડ, શિહોરી ગામો આવેલા છે ત્યાં પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોને અહીં સ્ટોપેજ ન હતા. ત્યાંનાં સ્થાનિક લોકોની માંગ હતી કે, અહીં નવીન ટ્રેન શરુ કરવામાં આવે આ માંગને પુરી કરતાં પશ્ચિમ રેલવે દ્વારા પાટણ ભીલડીની નવીન ટ્રેન શરૂ કરવામાં આવી. આ ટ્રેન પાટણ સ્ટેશન આવી પહોંચતા પાટણ-ભીલડી નવીન ટ્રેનનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું.

‘‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ” અંતર્ગત પશ્ચિમ રેલવે દ્વારા પાટણ ભીલડીને મળેલ નવીન ટ્રેનની ભેટ આપવામાં આવી છે. જેને લીધે લોકોને અવરજવર કરવામાં સુગમતા મળશે. જ્યારે સ્થાનિક લોકોની મુસાફરીમાં ખૂબ જ સારી અનુકૂળતા થશે, સાથે સાથે વ્યાપારમાં પણ વ્યાપારીઓને ફાયદો થશે. પાટણ-ભીલડી નવીન ટ્રેનનો લાભ કોલેજ કરતાં યુવાનથી માંડીને વૃદ્ધા સૌને મળશે.

આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું કે, અહીંના પંથકની વર્ષો જૂની માગણી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પૂરી કરવામાં આવી છે. જેનાથી શ્રમિક, વિદ્યાર્થીઓને ફાયદો થશે. હું પાટણ ભીલડીના સ્થાનિક લોકોની ચિંતા કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ટ્રેન શરૂ કરાવી છે જે બદલ હું કેન્દ્ર અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.

આજે પાટણ ભીલડી ટ્રેન શરૂ થતાં રેલવેમાં મુસાફરી કરતાં કાસા ગામથી રેલવે યાત્રી ભીખાજી જવાનજી ઠાકોરે જણાવ્યું કે, હું પાટણમાં નોકરી કરું છું. ભીલડી નવી ટ્રેન ચાલું થવાથી અમને મુસાફરી કરવામાં સરળતા રહેશે. કેન્દ્ર સરકાર અને ખાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છે કે તેમને વડાપ્રધાન બન્યા બાદ પણ સરહદી વિસ્તારના ગામડાંઓની સમસ્યા સમજી આજે પાટણ થી ભીલડી સુધી ટ્રેનની સુવિધા પૂરી પાડી છે.

પાટણ ભીલડી રેલવેના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, સંગઠનના પ્રમુખ દશરથભાઇ ઠાકોર તમેજ મોટી સંખ્યામાં આ ટ્રેનને પ્રસ્થાન કરાવવા માટે મોટી સંખ્યામાં પાટણના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts: