પાટણ28 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ જિલ્લા પંચાયત કચેરી દ્રારા પાટણ જિલ્લા કલેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી વિદાય લઇ રહેલા સુપ્રીતસિંઘ ગુલાટી ને હૂંફાળું વિદાય માન આપવા માટેનો તેમજ પાટણ જિલ્લા કલેકટર તરીકે નવનિયુક્ત થયેલા અરવિંદ વિજયને ને સત્કારવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ વિદાય અને આવકાર સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોવિડની મહામારી ના સમયે નાના કર્મચારી થી માંડીને અધિકારીઓ સાથે કલેકટર તરીકે નહીં પરંતુ એક પરિવાર ના સભ્ય તરીકે કામ કરનાર તેમજ પાટણ જિલ્લાના વિકાસમાં તેમજ પ્રાણ પ્રશ્નોને નિવારવામાં અગ્રેસર રહી કામ કરનાર કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી સાથે કરેલા કામોને વાગોળી તેઓને હુંફાળું વિદાયમાન આપી ભેટ સોગાદો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પાટણ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળનાર નવ નિયુક્ત અરવિંદ વિજયને ને પણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા સહિત જિલ્લા વિકાસ અધિકારી અને સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા બુકે અને સાલ ઓઢાડી રૂડો આવકાર આપવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે આયોજિત કરાયેલા વિદાય અને આવકાર સન્માન સમારોહ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયત કચેરીના વિવિધ વિભાગના વડાઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.