No results found

    ધાનેરાના નેગાળા ગામમાં એક ખેડૂત પર હુમલો કર્યા બાદ રીંછ પાંજરે પુરાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો | People in Dhanera's Netaga village were shocked after a bear cage attacked a farmer. | Times Of Ahmedabad

    બનાસકાંઠા (પાલનપુર)5 કલાક પહેલા

    • કૉપી લિંક
    • ધાનેરાના નેગાળા ગામમાં રીંછનું રવી ગામથી રેસ્ક્યુ કરતા સ્થાનિક લોકોએ હસ્કારો લીધો

    ધાનેરા તાલુકાના નેગાળા ગામમાં આવેલા રીંછનું રવી ગામથી રેસ્ક્યુ કરતા સ્થાનિક લોકોએ હાશકારો લીધો છે.ગઈકાલે નેગાળા ગામ પાસે રીંછ દેખતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રીંછે એક ખેડૂતપર હુમલો કરતા ખેડૂતને પગના ભાગે ઈજા પહોંચતા લોકોએ તેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને રીંછની જાણ વન વિભાગને કરી હતી.

    બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા સરહદી વિસ્તારમાં ગઈકાલે નેગાળ ગામની સિમ પાસે રીંછ દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો.રિંછ દ્વારા એક ખેડૂત પર હુમલો કરતા વ્યક્તિના પગના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી વ્યક્તિને સારવાર માટે સ્થાનિક લોકોની મદદ થી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સ્થાનિક લોકોએ રેન્જ સહિત ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા

    નેગાળા ગામની સીમની આસપાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકી પકડવાની તજવીજ હાથ ધરી હતી વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ રવી ગામથી સહી સલામત રીંછ નું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યું હતું. પાંજરામાં પૂર્યા બાદ બાદ સુરક્ષિત સ્થળે ખસેડવાની હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال