Monday, April 10, 2023

પાટડીના સાવડા ગામે કુમાર અને કન્યા છાત્રાલયનો લોકાર્પણ સમારોહ યોજાયો, સ્કૂલની કામગીરી જોઈ દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી | Sawda village of Patdi held the inauguration ceremony of Kumar and Kanya Chatralaya, Donors showered donations after seeing the performance of the school. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Sawda Village Of Patdi Held The Inauguration Ceremony Of Kumar And Kanya Chatralaya, Donors Showered Donations After Seeing The Performance Of The School.

સુરેન્દ્રનગર5 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના સાવડા ગામે કુમાર અને કન્યા છાત્રાલયનો અર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં સ્કૂલની કામગીરી જોઈ દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અંતરિયાળ રણ વચ્ચે મીઠી વીરડી જેવી નાની આશ્રમ શાળા સનત મહેતા અને અરવિંદભાઈ આચાર્યનું સહિયારું સપનું હતુ.

પાટડી તાલુકાના સાવડા મુકામે આચાર્ય વિનોબા ભાવેના વિચારોથી પ્રેરિત માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવડા મુકામે 160મો સરસ્વતીધામ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત શ્રમિક સેવા ટ્રસ્ટની આશ્રમશાળામાં કુમાર અને કન્યા છાત્રાલયનો અર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સહયોગી દાતા લક્ષ્મીબેન બટુકભાઈ જીવાણી પરિવારના મનીષભાઈ અને પારુલબેન જીવાણી તેમજ કર્મયોગી પરિવારના રાજપરાજી હાજર રહ્યા હતા. શ્રમિક સેવા ટ્રસ્ટના શીતલ મહેતા, તૃપ્તિ શુક્લ, પ્રદીપભાઈ, આચાર્ય પ્રકાશભાઈ, નિલેશભાઈ તેમજ દસાડા ધારાસભ્ય પી. કે પરમાર ખાસ હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગરના સેવાભાવી ડોક્ટર પી.સી.શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાવડા સ્કૂલના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. સ્કૂલની કામગીરી જોઈ દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. જેમાં બાળકો માટે પાણીનું ફિલ્ટર કુલર અને ગાદલા બ્લેન્કેટ તેમજ ડો. શાહ તરફથી પાણીના ટાંકા જેવી જરૂરિયાત પુરી કરવાની ખાત્રી આપવામાં આવી હતી. રણ વિસ્તારની સ્કૂલમાં આવી સુંદર સુવિધા ધરાવતી હોસ્ટેલ બને એ બાળકોના સ્વપ્ન પૂરું થવા જેવું ઉમદા કામ છે. સંસ્થાએ સહુનો આભાર માન્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં અંતરિયાળ રણ વચ્ચે મીઠી વીરડી જેવી નાની આશ્રમ શાળા સનત મહેતા અને અરવિંદભાઈ આચાર્યનું સહિયારું સપનું છે. ડો.નાનકભાઈ ભટ્ટે સંસ્થાની સ્થાપના અને ઉદેશો વિષે પરિચય આપ્યો હતો. શિક્ષણવિદ ચંદ્રકાન્ત વ્યાસ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: