الأحد، 30 أبريل 2023

વિસનગરની યુવતીને ન્યાય અપાવવા મોટી સંખ્યામાં બેનરો સાથે લોકોએ રેલી કાઢી, આરોપીઓને કડકમાં કડક સજાની માગ | People took out a rally with a large number of banners to bring justice to the girl of Visnagar, demanding the strictest punishment for the accused. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • People Took Out A Rally With A Large Number Of Banners To Bring Justice To The Girl Of Visnagar, Demanding The Strictest Punishment For The Accused.

અમદાવાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણાના વિસનગરમાં યુવતીની મળેલી લાશના પ્રકરણમાં આજે પરિવારજનો આક્રમક મૂળમાં જોવા મળ્યા હતા. આ સાથે અનેક લોકોએ કેન્ડલ માર્ચ કાઢી હતી. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમથી કેન્ડલ માર્ચ કાઢી યુવતીને તાત્કાલિક ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો
વિસનગરના વાલમ ગામની યુવતી મહેસાણાથી મોલમાં નોકરી કરી પરત ફરી રહી હતી તે દરમિયાન ગુમ થઈ હતી. જોકે, બે દિવસ બાદ એરંડાના ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક રિપોર્ટમાં યુવતીને દુપટ્ટાથી ગળુ દબાવી માથાના ભાગે બોથડ પદાર્થ મારી ઇજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ અંગે તપાસ હાથ ધરતા પોલીસ યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે અમદાવાદ મોકલી આપ્યો હતો.

પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર
મૃતક યુવતીના પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. ત્યારે આ અંગે યુવતીની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી સાથે જેવું થયું છે એવું બીજી કોઈ દીકરી સાથે થવું ના જોઈએ. એને ન્યાય મળવો જોઈએ. અને જે આરોપી મળે એને ફાંસીની સજા થવી જોઈએ. જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું લાશને અડવાની પણ નથી. હું સ્વીકારવાની પણ નથી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.