3 કલાક પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં બાળકનો જન્મ પહેલા તેના લિંગ સંબંધિત જાણકારી ઉપલબ્ધ કરાવવી કાયદાકીય રીતે ગુન્હો છે. આના વિશે સૌ કોઈ જાણતા હોવા છતાં તેનો ખુલ્લેઆમ દુરુપયોગ થતો હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં અરજદાર દ્વારા પિટિશન ફાઈલ કરાઈ છે.
બાળક પુત્ર જ હોવો જોઈએ
અરજદારે પોતાની પિટિશન કરતા સમયે જણાવ્યું છે કે, જે લોકો કાયદાનો ભંગ કરીને લોકોને લિંગ તપાસની સુવિધા આપી રહ્યા છે, તે ક્લિનિક પર રોક લગાવવી જોઈએ. સુરત વિસ્તારમાં ધમધમી રહેલા આઈ.વી.એફ ક્લિનિકમાં બાળકના નામે માત્ર પુત્ર જ પેદા કરવો તેવું વર્ષોથી ચાલી રહ્યું છે.
જૂન મહિનામાં સુનાવણી થશે
બેરોકટોક સ્ત્રીભૃણ હત્યા થઈ રહી છે પણ કોઈ કાર્યવાહી થતી નથી. આ મુદ્દે જરૂરી કાર્યવાહીની અરજદારે માગ કરી છે. હાઈકોર્ટે આ મુદ્દે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ઇશ્યુ કરી છે. પિટિશન પર આગામી જૂન મહિનામાં સુનાવણી હાથ ધરાશે.