Tuesday, April 4, 2023

શ્રદ્ધાળુઓ માટે રામપુરાના રેંગણ ઘાટ ખાતે સ્નાન માટેની જગ્યા સુનિશ્ચિત કરાઈ, અકસ્માત નિવારવા દિશાસૂચક બોર્ડ લગાવાયાં | A place for bathing has been ensured for devotees at Rengan Ghat in Rampura, directional boards have been installed to avoid accidents. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • A Place For Bathing Has Been Ensured For Devotees At Rengan Ghat In Rampura, Directional Boards Have Been Installed To Avoid Accidents.

નર્મદા (રાજપીપળા)17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલી નર્મદા મૈયાની ઉત્તરવાહિની પંચકોશીય પરિક્રમા અર્થે સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. જૂદા જૂદા વિસ્તારોમાંથી આવતા તમામ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાભાવ સાથે નદીમાં સ્નાન કરી પરિક્રમા પૂર્ણ કરી શકે તેવા ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની આગેવાનીમાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા, આરોગ્ય, સાવચેતી, પાણી, છાંયડો સહિતની વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હોડીઘાટ ખાતે બોટનું સંચાલન પણ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે અને બોટમાં બેસવા માટે ટિકિટની વ્યવસ્થા વિકસાવી છે.

નર્મદા પરિક્રમા પૂર્ણ કરી રામપુરા- રેંગણ ઘાટ પર શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન અર્થે આવતા હોય છે. ત્યારે નદીના ઊંડા પાણીમાં કોઈ શ્રદ્ધાળુઓ ન જાય અને વા સાથે ડીઝાસ્ટર નિવારવા માટે દોરડું બાંધી ઉંડા પાણીમાં આગળ ન જવા નદીમાં સ્નાન કરવા માટેની જગ્યા સુનિશ્ચિત કરી દિશા સૂચક બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. સાથોસથ ઘાટ અને શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે રહીને જરૂરિયાત વાળા શ્રદ્ધાળુઓને સેવા પુરી પાડી રહ્યા છે.

જિલ્લા પોલીસ વિભાગના જવાનો પણ નદીના બંને ઘાટ ખાતે ફરજ બજાવી શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થા સંભાળી મદદ કરી રહ્યા છે. બીજી તરફ એસડીઆરએફની ટીમ દ્વારા નર્મદા નદીના પટમાં અને બંને ઘાટ ખાતે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બંને સ્થળોએ પાંચ-પાંચની સંખ્યામાં એસડીઆરએફના જવાનો 24 કલાક રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી નિગરાની રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.