PMના હસ્તે SOTTO સંસ્થાને મળશે એવોર્ડ, છેલ્લા 4 વર્ષમાં 3400થી વધુ અંગોના ટ્રાન્સપ્લાન્ટ કરાયા | SOTTO organization will receive award from PM, more than 3400 organs transplanted in last 4 years | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતની અંગદાન ક્ષેત્રની સેવાકીય પ્રવૃતિઓની સુવાસ છેક દિલ્હી સુધી પહોંચી છે. રાજ્ય સરકારની SOTTO (State Organ Tissue Transplant Organization) સંસ્થાને અંગદાન ક્ષેત્રના નવીનીકરણ પહેલ માટે પ્રધાનમંત્રી એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારે પત્ર લખીને આ માહિતી આપી હતી. ત્યારે અન્ય મહત્ત્વની વાત એ છે કે રાજ્યમાં હાલ ખાનગી અને સરકારી મળીને કુલ 102 જેટલી હોસ્પિટલ અંગોના રીટ્રાઇવલ એટલે કે અંગદાનની પ્રક્રિયા માટે રજીસ્ટર થઈ ચૂકી છે. જે ઘણા લોકોને મદદરૂપ બની રહી છે.

‘ઇનોવેશન સ્ટેટ’ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાશે
21મી એપ્રિલ ‘સિવિલ સર્વિસીઝ ડે’ના ઉપલક્ષ્યમાં નવી દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે SOTTOને ‘ઇનોવેશન સ્ટેટ’ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. ત્યારે આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના SOTTO એકમ દ્વારા વર્ષ 2019થી રાજ્યમાં અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ આ સિધ્ધી અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે દિવસ–રાત અથાગ પરિશ્રમ અને મહેનત કરીને જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવામાં સેવારત તબીબો સાથેના તમામ સ્ટાફને સમર્પિત છે.

3409 કેડેવરનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરાયું

  • SOTTOના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019થી કાર્યરત SOTTOના પ્રયાસોથી છેલ્લા 4 વર્ષોમાં 354 અંગદાતાઓ દ્વારા મળેલા 1078 અંગોને જરૂરિયાતમંદોમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે ત્યારે SOTTO દ્વારા લાઇવ અને અંગદાનમાં મળેલા કેડેવર જોઇએ તો અત્યાર સુધીમાં કુલ 3409 કેડેવરનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
  • SOTTOની આ પહેલના પરિણામે ‘ઇનોવેશન સ્ટેટ’ કેટેગરીમાં એવોર્ડ એનાયત થશે:
  • વર્ષ 2019માં SOTTO દ્વારા G-DOT (Gujarat Deceased Doner Organ and Tissue Tranplantation) અંતર્ગત ગાઇડલાઇન બનાવીને ઓર્ગન ડોનેશન અને તેના ટ્રાન્સપ્લાન્ટની સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવીને નિયંત્રિત કરવામાં આવી હતી. જે અંતર્ગત અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે બેસ્ટ ફીટ વ્યક્તિ અને જરૂરિયાતમંદ દર્દીને પ્રાથમિકતા મળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા.
  • મહિલાઓ અને બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને તેમને ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રાથમિકતા આપવામાં આવી.
  • અગાઉ ખાનગી હોસ્પિટલમાં સીમિત અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટને સરકારી હોસ્પિટલોમાં પણ વેગવંતુ બનાવ્યું.
  • અત્યંત ખર્ચાળ અને મોંધી ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્માન યોજના હેઠળ આવરી લઇને સંપૂર્ણપણે નિ:શુલ્ક બનાવવામાં આવી.
  • ખાનગી હોસ્પિટલમાં પણ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત નિધી હેઠળ આવરી લઇને દર્દી માટે ટ્રાન્સપ્લાન્ટ ખર્ચ નહીવત અથવા દર્દીને પરવડે તે મર્યાદામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم