અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ કોન્ટ્રાક્ટર અને PMC કંપનીએ લોડ ટેસ્ટ કર્યા વગર જ લોકો માટે ખુલ્લો મૂકી દીધો | Ahmedabad's Hatkeshwar Bridge opened to public by contractor and PMC company without load test | Times Of Ahmedabad

અમદાવાદ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજ મામલે આજે શનિવારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો અધિકારીઓ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટરો તેમજ અધિકારીઓ વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કોઈપણ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યો નથી
મ્યુનિસિપલ કમિશનર દ્વારા રચવામાં આવેલી એક્સપર્ટ કમિટી દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બ્રિજને ચાલુ કરતાં પહેલાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોઈપણ પ્રકારનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. તદુપરાંત કોન્ક્રીટ ક્યુબ ટેસ્ટ કરવાના હોય છે તે કોઈપણ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યો નથી જેથી સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે કે આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો.

વાહનોની અવરજવર માટે સુરક્ષિત નથી
25થી 27 માર્ચની વચ્ચે એક્સપોર્ટ કમિટી દ્વારા હાટકેશ્વર બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી અને તે મુલાકાત બાદ તેમના અવલોકન અને તપાસ રિપોર્ટમાં કોન્ક્રીટની ગુણવત્તા નબળી હોવાનું જણાવવામાં આવ્યું હતું. IIT રુડકીના રિપોર્ટમાં પણની ગુણવત્તા મામલે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. વિવિધ એજન્સીઓ મારફતે કરાવવામાં આવેલા ટેસ્ટ દરમિયાન જાણવા મળ્યું હતું કે, M45 ગુણવત્તાની કોન્ક્રીટ હોવાની જગ્યાએ ઓછી માત્રામાં કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના પુરાવા જણાય છે જેથી આ હાટકેશ્વર બ્રિજનો લોકોના અવર-જવર અને વાહનોની અવરજવર માટે સુરક્ષિત નથી.

આરોપીઓના નામ

  • રમેશભાઈ પટેલ – ડાયરેક્ટર
  • રસિકભાઈ અંબાલાલ પટેલ – ડાયરેક્ટર
  • ચિરાગ રમેશભાઈ પટેલ – ડાયરેક્ટર
  • કલ્પેશ રામવંશ પટેલ – ડાયરેક્ટર
  • એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ
  • અમિત મૂળજીભાઈ ઠક્કર – SGS ડાયરેક્ટર
  • શશીભૂષણ જોગાની -SGS ડાયરેક્ટર
  • નીલમ પટેલ – પ્રોજેક્ટ એન્જિનિયર – SGS
  • SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم