કોન્ટ્રાક્ટર કંપની અને PMC કંપનીના અધિકારીઓ વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ, પોલીસે ઓફિસો અને ઘરમાં તપાસ કરતા ન મળી આવ્યા | A complaint was registered against the officials of the contractor company and the PMC company, the police did not find any after searching the offices and houses | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Complaint Was Registered Against The Officials Of The Contractor Company And The PMC Company, The Police Did Not Find Any After Searching The Offices And Houses

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજમાં લાખો અમદાવાદીઓના જીવને જોખમમાં મુકવા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારી દ્વારા બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાતા કોન્ટ્રાક્ટર અને પીએમસી કંપનીના ડાયરેક્ટરો અને અધિકારીઓ ફરાર થઈ ગયા છે. ખોખરા પોલીસ દ્વારા આજે રવિવારે કોન્ટ્રાક્ટર અને પીએમસી કંપનીની અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતે આવેલી ઓફિસ ઉપર તપાસ કરી હતી અને તેમના વિરુદ્ધ નોંધાયેલા ગુના બાબતે એક દિવસમાં હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે.

આરોપીઓ ભૂગર્ભમાં ઊતર્યા
ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ વાય પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજ મામલે ગુનો નોંધાયા બાદ આજે કોન્ટ્રાક્ટર અને PMC કંપનીની અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતની ઓફિસો અને ઘરો પર તપાસ કરવામાં આવી હતી જ્યાં આરોપીઓ મળી આવ્યા નથી. તેમના પરિવારજનો ઘરે હાજર હતા. તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમની ઓફિસો અને ઘરો પર તપાસ કરી અને નોટિસ લગાવવામાં આવી છે. ગુના બાબતે તેઓને એક દિવસમાં હાજર થવા માટેની જાણ કરાઈ છે.

આરોપી કલ્પેશ પટેલ

આરોપી કલ્પેશ પટેલ

તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી
ખોખરા પોલીસ દ્વારા ગુનો નોંધાયાના 24 કલાકમાં જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટરો અને અધિકારીઓ તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અધિકારીઓ પણ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગની મહેસાણા ખાતે ઓફિસો આવેલી છે. આજે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. સમગ્ર બ્રિજ વિવાદ મામલે નોંધાયેલી ફરિયાદમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ડાયરેક્ટરો અને અધિકારીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતે તપાસ કરવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે છેતરપીંડી કરી
બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો તેમજ કર્મચારીઓએ હાટકેશ્વર બ્રિજમાં ઇરાદાપૂર્વક નબળી ગુણવત્તાનું કોન્ક્રીટ વાપરી લાખો અમદાવાદીઓના જીવન સાથે રમત રમી છે. કોન્ટ્રાક્ટર કંપની અને PMC કંપનીના લોકોએ મિલીભગત કરી હાટકેશ્વર બ્રિજ મામલે ગુનાહિત કાવતરુ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે છેતરપીંડી કરી છે.

આરોપી ચિરાગ પટેલ

આરોપી ચિરાગ પટેલ

પૈસાની લાલચમાં અમદાવાદીઓનાં જીવ જોખમમાં
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટમાં જણાવેલ શરતો કોન્ક્રીટનો જે રીતે ઉપયોગ થવો જોઈએ તે કર્યો ન હતો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની દ્વારા પણ તેમની જવાબદારીઓનું પાલન કરવામાં આવ્યું ન હતું અને જે રીતે નબળી ગુણવત્તાનું બાંધકામ થયું હતું તેને મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદીઓના જીવ પર ધ્યાન આપ્યા વિના વધુ પૈસા કમાવાના ઇરાદે નબળી ગુણવત્તાનું કામ કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી દ્વારા કરવામાં આવી છે.

લોડ ટેસ્ટ કર્યા વગર જ રોડ ખુલ્લો મુકાયો હતો
મ્યુનિસિપલ કમિશનર દ્વારા રચવામાં આવેલી એક્સપર્ટ કમિટી દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બ્રિજને ચાલુ કરતાં પહેલાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોઈપણ પ્રકારનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. તદુપરાંત કોન્ક્રીટ ક્યુબ ટેસ્ટ કરવાના હોય છે તે કોઈપણ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યો નથી જેથી સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે કે આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો.

વાહનોની અવરજવર માટે સુરક્ષિત ન હોવાના પુરાવા મળ્યા
25 થી 27 માર્ચની વચ્ચે એક્સપોર્ટ કમિટી દ્વારા હાટકેશ્વર બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી અને તે મુલાકાત બાદ તેમના અવલોકન અને તપાસ રિપોર્ટમાં કોન્ક્રીટની ગુણવત્તા નબળી હોવાનું જણાવવામાં આવ્યું હતું. IIT રુડકીના રિપોર્ટમાં પણની ગુણવત્તા મામલે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. વિવિધ એજન્સીઓ મારફતે કરાવવામાં આવેલા ટેસ્ટ દરમિયાન જાણવા મળ્યું હતું કે M45 ગુણવત્તાની કોન્ક્રીટ હોવાની જગ્યાએ ઓછી માત્રામાં કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના પુરાવા જણાય છે જેથી આ હાટકેશ્વર બ્રિજનો લોકોના અવર-જવર અને વાહનોની અવરજવર માટે સુરક્ષિત નથી.

આરોપી રસિક પટેલ

આરોપી રસિક પટેલ

કોન્ટ્રાક્ટર અને પીએમસી કંપની સામે કડક કાર્યવાહી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં કોન્ટ્રાક્ટર અને પીએમસી કંપની દ્વારા કોર્પોરેશન સાથે જાણી જોઈ અને છેતરપિંડી કરી છે કરોડો રૂપિયા નું નુકસાન કરાવવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે કોર્પોરેશન દ્વારા પોલીસને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ પણ આપવામાં આવ્યા છે ટેન્ડર પ્રક્રિયાથી લઈ અને જ્યારે બ્રિજ તૂટ્યો તે સમયે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર કંપની અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ને જે પણ પત્રો લખવામાં આવ્યા હતા અને તેમના જવાબ આપવામાં આવ્યા હતા. ચારેય કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ટેસ્ટના રિપોર્ટ અને એક્સપોર્ટ કમિટી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યા હતા તે તમામ ડોક્યુમેન્ટને આપવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર અને પીએમસી કંપની સામે કડક કાર્યવાહી થાય તેવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હાટકેશ્વર બ્રિજ મામલે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હલકી ગુણવત્તાનું બાંધકામ કરી અને બેદરકારી દાખવી હોવાની પોલીસ ફરિયાદ જે નોંધાવવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આખી ફરિયાદ નોંધાવાઈ છે. આખી પોલીસ ફરિયાદને અંગ્રેજીમાં લખવામાં આવી છે. બંને કંપનીઓ સામે કડક કાર્યવાહી થાય અને ક્યાંય પણ આ બાબતે આરોપીઓ છટકી ના જાય તેના માટેના મજબૂત પુરાવા અને મજબૂત કાર્યવાહી થાય તેના માટે ખુદ મ્યુનિસિપલ કમિશનરથી લઈ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો દ્વારા અંગ્રેજીમાં આખી પોલીસ ફરિયાદને તૈયાર કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આરોપી રમેશ પટેલ

આરોપી રમેશ પટેલ

આરોપીઓના નામ

  • રમેશભાઈ પટેલ – ડાયરેક્ટર
  • રસિકભાઈ અંબાલાલ પટેલ – ડાયરેક્ટર
  • ચિરાગ રમેશભાઈ પટેલ – ડાયરેક્ટર
  • કલ્પેશ રામવંશ પટેલ – ડાયરેક્ટર
  • એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ
  • અમિત મૂળજીભાઈ ઠક્કર – SGS ડાયરેક્ટર
  • શશીભૂષણ જોગાની -SGS ડાયરેક્ટર
  • નીલમ પટેલ – પ્રોજેક્ટ એન્જિનિયર – SGS
  • SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post