કિરણ પટેલે PMOના અધિકારી તરીકેની ઓળખ માટેના વિઝિટિંગ કાર્ડ છપાવ્યા, મોબાઈલ નંબરની પણ તપાસ કરી | Kiran Patel printed visiting cards for identification as PMO officials, also checked mobile numbers | Times Of Ahmedabad

અમદાવાદ6 કલાક પહેલા

  • કૉપી લિંક

PMOના અધિકારી તરીકે ઓળખ આપી અને છેતરપિંડી કરનાર કિરણ પટેલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ હાલ રિમાન્ડ પર અલગ-અલગ પાસા ઉપર તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલે PMOના અધિકારી તરીકેની ઓળખ માટેના વિઝિટિંગ કાર્ડ છપાવ્યા હતા તેની અને જે મોબાઈલ નંબર વાપરતો હતો તે મોબાઈલ નંબરની આજે તપાસ કરી હતી. કિરણ પટેલે મણીનગર વિસ્તારમાંથી જ વિઝિટિંગ કાર્ડ છપાવ્યા હતા અને મોબાઈલ નંબર પણ તે જ વિસ્તારમાંથી ખરીદ્યો હોવાનું સામે આવ્યું છે.

માત્ર 10-10 જ વિઝિટિંગ કાર્ડ જ છપાવતો
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલે પોતે પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારી હોવાની ઓળખ આપવા માટે જે વિઝિટિંગ કાર્ડ છપાવ્યા હતા તેની તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, મણિનગર ચાર રસ્તા પાસે મહાલક્ષ્મી માર્કેટમાં આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાં તેણે વિઝિટિંગ કાર્ડ છપાવ્યા હતા. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, તેણે ADDITIONL DIRECTOR P.M.O. STRATERGY CAMPAIGN લખેલા કાર્ડ ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં બનાવડાવ્યા હતા. એકસાથે 100, 500 નહીં પરંતુ તે માત્ર 10-10 જ વિઝિટિંગ કાર્ડ જ છપાવતો હતો. જે કલર પ્રિન્ટમાં કરાવેલા હતા. જે ઓથોરિટી પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું તે પણ તેણે રજુ કર્યું ન હતું.

મોબાઈલ નંબરની પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી
આરોપી કિરણ પટેલ જે સરકારી અધિકારીઓને ફાળવેલા આવેલા નંબરો છે તે ભળતા નંબરનો ઉપયોગ કરતો હતો. આ મોબાઈલ નંબરની પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, મણીનગર વિસ્તારમાં જ મહેતા પ્રસારણ પાસે આવેલા વોડાફોન સ્ટોરમાંથી તેણે ખરીદ્યું હતું. જો કે, ક્રાઈમ બ્રાન્ચે આ સ્ટોર પર તપાસ કરી તો હાલમાં આ સ્ટોર બંધ હતો જેથી વધુમાં કંપની પાસેથી આની વિગત મેળવવાની તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم