આણંદએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
બોરસદ શહેર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા દાવોલ ગામે દરોડો પાડી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં ડોક્ટરને પકડી લીધો હતો. બોગસ ડોક્ટર સામે ગુનો નોંધી તેની પાસેથી દવાઓ સહિત રૂ.11,290નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આણંદ જિલ્લામાં ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતાં બોગસ ડોકટરો જનતાના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જનતાનું આરોગ્ય જોખમાય તે રીતે પ્રેક્ટિસ કરતા આવા ડોકટરોની ફરીયાદો વધતા પોલીસ અને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, દાવોલ ગામમાં ડિગ્રી વગર બોગસ ડોક્ટર પ્રેક્ટીસ કરી રહ્યો છે. આ બાતમી આધારે તેઓએ દાવોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. આલોક મીનાને સાથે રાખી 24મી એપ્રિલના રોજ સાંજના દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દાવોલ ગ્રામ પંચાયત નજીક એક દવાખાનું જોવા મળ્યું હતું. આ દવાખાનામાં એક શખસ મળી આવ્યો હતો. જેની પુછપરછ કરતાં તે સત્તાર કરીમ વ્હોરા (રહે. દાવોલ) હોવાનું જણાવ્યું હતું. જોકે, સત્તાર ડોક્ટર હોવા અંગેના કોઇ સર્ટી કે પ્રમાણપત્ર રજુ કરી શક્યાં નહતાં. આથી, પોલીસે સારવારના સાધનો અને દવાઓ મળી કુલ રૂ.11,290નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ સત્તાર કરીમ વ્હોરા (રહે. દાવોલ) સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.