અરવલ્લી (મોડાસા)38 મિનિટ પહેલા
- કૉપી લિંક

સરકારી તંત્રની પરવાનગી સિવાય ગેરકાયદેસર જોખમી પદાર્થો માત્ર વધુ નાણાં કમાવવાની લાલચે રાખવામાં આવે ત્યારે આકસ્મિક સંજોગોમાં દરેકને નુકસાન કારક છે. ત્યારે મોડાસાના લાલપુર કંપામાં ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગ મામલે શરૂ કરેલી તપાસ બાદ અન્ય સ્થાનો પર પણ ફટાકડા મળી આવતા ફટાકડા ભરવા આપેલા ભાડાના મકાન માલિકો સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે.
ગત સપ્તાહે મોડાસાના લાલપુર કંપા ખાતે આવેલા ફટાકડા ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ક્ષમતા બહારના ફટાકડા ભરતા લાગેલી આગમાં 4 નિર્દોષ શ્રમિકોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા 5 ટીમ બનાવી તપાસની કાર્યવાહી શરૂ કરેલી. જેમાં 6 સ્થાનો પર ગેરકાયદેસર રીતે મોટી માત્રામાં ફટાકડા મળી આવ્યા હતા.
જેમાં 2 નવા માર્કેટયાર્ડની દુકાનોમાં અને 4 ચાંદ ટેકરી વિસ્તારમાં રહેણાંકના મકાનમાં ફટાકડા ભરેલા મળી આવ્યા હતા. જેની તપાસ શરૂ છે, ત્યારે તંત્ર દ્વારા ગેરકાયદેસર ફટાકડા ભરવા માટે ભાડે આપનાર 2 માર્કેટયાર્ડની દુકાન માલીક અને 4 ચાંદ ટેકરી વિસ્તારના મકાન માલિકો સામે ફરિયાદ દાખલ કરી છે. હજુ પણ બેદરકારી ભર્યું કામ કરનાર ફટાકડા ગોડાઉન માલિક મહાદેવ અને દેવકી નંદન સામે વધુ તપાસ હાથ ધરી છે.
0 Komentar