Friday, April 21, 2023

સિદ્ધપુરમાં એક મહિલા પર તેના સંબંધીએ જ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ | Police complaint of rape of a woman by her relative in Siddpur | Times Of Ahmedabad

પાટણ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સિદ્ધપુરમાં પરણિત મહિલાને વારંવાર પજવણી કરી મરજી વિરૂદ્ધ સંબંધીએ જ દુષ્કર્મ આચરતા મહિલા દ્વારા સિદ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુરમાં 34 વર્ષની પરણિત મહિલાને તેના ભાઈના સાળાએ છ માસ અગાઉ તેના સાથે પ્રેમસંબંધ બાંધવા કહેતા મહિલા દ્વારા ઇનકાર કરતા વારંવાર તેનો પીછો કરી પજવણી કરતો હતો.થોડા માસ અગાઉ મહિલા માતાને ઘરે એકલી હતી તે દરમ્યાન તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ચાર માસ અગાઉ મહિલા કામ અર્થે મહિલાના ઘરે ગઈ હતી.ત્યાં આવી એકલતાનો લાભ લઈ બળજબરી પૂર્વક મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.કોઈને જાણ ના કરવાં ધાકધમકી આપી હતી.આરોપી ભાઈનો સાળો હોય ઘરની ઈજ્જત આબરૂ માટે કોઈને જાણ ના કરતા આરોપી અવાર નવાર બળજબરી કરી દુષ્કર્મ આચરતા બે દિવસ અગાઉ મહિલા દ્વારા પતિને સમગ્ર ઘટના અંગે જાણ કરતા મહિલાને પતિ દ્વારા હિંમત આપતા મહિલા દ્વારા સિદ્ધપુર પોલીસ મથકમાં આરોપી સામે ફરીયાદ નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: