ગુમ થયેલ ત્રણ સગીર વયની બાળકીઓને પોલીસે ગણતરીના કલાકોમા શોધી, ચિકનનાં ધંધાની આડમાં જુગાર રમાયો | Police found three missing minor girls within hours, gambling under the guise of chicken business | Times Of Ahmedabad

વડોદરા19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરામાં બે દિવસ પહેલા એટલે કે તા.26-04-2023ના રોજ તાંદલજા, કિસ્મત ચોકડી પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં રહેતા આઝાદભાઈ રાજુભાઈની સગીર વયની બાળકીઓ રેશ્મા ઉ.વ. 14, ટીના ઉ.વ. 3 અને બહેનની દીકરી ટબુડી ઉ.વ. 9 મોડી રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે તાંદલજા, કિસ્મત ચોકડી પાસે લાગેલા મેળામાંથી વિખૂટી પડી ગુમ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ માતા-પિતાએ તા. 27-04-2023ના રોજ જે.પી. પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પી.આઈ. એમ.કે.ગુર્જરે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ અલગ-અલગ ટીમો બનાવી બાળકીઓને શોધવાની કવાયત શરુ કરી હતી. આ ટીમમાં શી ટીમને પણ સામેલ કરવામાં આવી હતી. તપાસની ત્રણ કલાકની અંદર જ સનફાર્મા રોડ, મહારાજા ચોકડી પાસે આવેલ હનુમાનજી મંદિર પાસેથી બાળકીઓને શોધી કાઢી. આ બાળકીઓનું શી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરીને માતા-પિતાના નિવેદન સાથે કાયદેસરની કાર્યવાહી કરીને બાળકીઓ માતા-પિતાને સોંપવામાં આવી.

લેખિત પરવાનગી વગર હદપાર કરતો ઈસમ ઝડપાયો
વડોદરાની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પરવાનગી વગર શહેરની હદપાર કરતા ઈસમોને ચેક કરવાની કામગીરી માટે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. આ સમયે વડોદરા શહેરમાંથી હદપાર કરતા ઈસમ હિતેષ જયંતીભાઈ રાણા (રહે. છાણી ગામ ભાટિયા શેરી)ની અટકાયત કરી હતી. ઈસમે હદપાર કરવાની લેખિત પરવાનગી મેળવેલ છે કે નહી? તે બાબતની પૂછપરછ કરતાં તેણે હદપાર હુકમનો ભંગ કર્યો હોવાનુ જાણવા મળ્યુ, જેથી ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આ ઈસમની અગાઉ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવણી હોવાના કારણે તેના પર 2 વર્ષ માટે હદપાર કરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે 76,330ના મુદ્દામાલ સાથે 11 ઈસમોની ધરપકડ કરી
ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. એમ.એફ.ચૌધરી તેની ટીમ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તેઓને મળેલી બાતમી આધારે કરોડિયા કેનાલ પાસેના લક્ષ્મીનગર ખાતે શેડવાળા મકાનમાં ચિકનનાં ધંધાની આડમાં જુગાર રમાતો હતો. તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે, આ જુગાર રમાડનાર સંચાલક ગુલામમુસ્તફા ઈબ્રાહીમ ખાટકીએ અન્ય 10 ઈસમો સાથે જુગારની મહેફિલ જમાવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે 76,330ના મુદ્દામાલ સાથે આ તમામ ઈસમોની ધરપકડ કરી હતી. આ મુદ્દામાલમાં 37,830ની રોકડ અને 10 મોબાઈલ મળી આવ્યા હતા. આ તમામ આરોપીઓને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

આરોપીઓના નામ-સરનામા
(૧) ગુલામમુસ્તુફા ઇબ્રાહીમભાઇ ખાટકી રહે. લક્ષ્મીનગર(લક્ષ્મીનારાર્ણનગર) કેનાલ નજીક કરોડીયા રોડ વડોદરા.
(૨) મનોહર ભેરલાલ જૈન રહે. ગોરવા ગામ રામમંદીરવાળું ફળીયુ વડોદરા
(3) મુસ્તાક કાસમભાઇ સૈયદ રહે. કરોડીયા રોડ લક્ષ્મીનગર વડોદરા
(૪) હરસખુ હીરજીભાઇ કુકડીયા રહે. સન સોસાર્ટી બીલ ગામ પાસે વડોદરા
(૫) અલ્લારખ્ખા હુસેનમીયાં શેખ રહે. ફતેપરુા ચાર રસ્તા પાસે સુથાર ફળીયુ વડોદરા
(૬) અનિલ કાંતીલાલ ભાવસાર રહે. સ્થાપત્ય સોસાયટી ટીપી-૧૩ છાણી જ,નાકા વડોદરા
(૭) કીરણ નારાર્ણભાઇ ગરચર રહે. સંસ્કૃતી ફલેટ ટીપી-૧૩ છાણી જ,નાકા વડોદરા.
(૮) ફીરોજ અકબરભાઇ મલેક રહે. આલીયા હાઇટસ એપાટમમેન્ટ ખત્રીનગરની બાજુમા ગોરવા વડોદરા.
(૯) તૌસીફ ઇમ્તીયાઝભાઇ સીંધી રહે. પાદરા સિંધીવાડ ગોવિન્દપુરા ફળિયુ જી.વડોદરા
(૧૦) રફીક મહમદભાઇ રણા રહે. લક્ષ્મીનગર કરોડીયા રોડ વડોદરા
(૧૧) તસકંદરશા અમીરશા દીવાન રહે. લક્ષ્મીનગર કરોડીયા રોડ વડોદરા

أحدث أقدم