ગઢ પોલીસ સ્ટેશનના ખુનના ગંભીર ગુનામાં ફરાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા | Police nabbed the fugitive accused in the serious crime of murder of Garh Police Station | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂનના ગંભીર ગુનાના નાસતા ફરતા ત્રણ આરોપીઓને ગઢ પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં ગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને વૈજ્ઞાનિક ઢબે ગુનાના ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી ત્રણેય ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં ગંભીર ગુનાના આરોપીઓને સત્વરે પકડી પાડવા બાબતે સૂચના કરેલ હોય જે મુજબ ગઢ ડી.ટી.ગોહીલ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ તેમજ આર.બી.ગોહીલ ઈન્ચાર્જ સર્કલ પોલિસ ઈન્સ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ધરપકડથી બચવા સારૂ સંતાતા ફરતા હોય જેઓની તાત્કાલીક ધરપકડ કરવા સારુ ગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને વૈજ્ઞાનિક ઢબે ગુનાના ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરેલ અને ગુનાના સંતાતા ફરતા આરોપીઓ ( 1 ) નારણજી નવાજી ઠાકોર ( 2 ) મહેશજી ઉર્ફે બાબુજી નારણજી ઠાકોર ( 3 ) શ્રવણજી ઉર્ફે સવુડો નારણજી ઠાકોર ત્રણેય રહેવાસી મડાણા ગઢ વાળાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ત્રણેય આરોપીઓની ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મડાણા – ગઢમાં રહેતા જ્યંતિજી ઘેમરજી વાધણીયા નો પુત્ર રિન્કેશ ગામમાં આવેલી દૂધ મંડળીમાં ગુરુવારે સાંજે દૂધ ભરાવવા માટે ગયો હતો . જ્યાં તેને સોનલબેન ગંભીરજી બરાળીયા સાથે બોલાચાલી થઇ હતી . જેના પગલે સોનલબેનના પતિ રસિકજી ઠાકોર સાથે અણબનાવ થયો હતો જેનું મન દુઃખ રાખીને સોનલબેનના ફુવા નારણજી નવાજી અનાવાડીયા અને તેમના પુત્રો દ્વારા શુક્રવારે સવારે મડાણા ગામના વડલા નજીક જ્યંતિજી અને તેમના પુત્ર સુરેશજી બંન્ને બાઈક લઈને દૂધ ભરાવવા દૂધ મંડળી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન નારણજી નવાજી અનાવાડીયા અને તેમના પુત્ર શ્રવણજી નારણજી અનાવાડીયા અને બાબુજી નારણજી અનાવાડીયા દ્વારા હુમલો કરતા બંને પિતા – પુત્રને 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . જ્યાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . જ્યાં અમદાવાદમાં સારવાર દરમિયાન જ્યંતિજી ઠાકોરનું શનિવારે સાંજે મોત નિપજ્યું હતું . મૃતદેહને પાલનપુર સિવિલમાં લાવી પીએમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જેથી તેમની અંતિમવિધિ માટે મૃતદેહને મડાણામાં લાવવામાં આવતા સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું જોકે પોલીસે ત્રણ આરોપી ઓને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم