الجمعة، 14 أبريل 2023

ધાનેરામાં પેટ્રોલ પંપ ઉપરથી ઓઈલના ડબ્બાની ચોરી કરનાર ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા | Police nabbed three accused who stole an oil can from a petrol pump in Dhanera | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ધાનેરાના એક પેટ્રોલ પંપમાંથી 17 હજારથી વધુના રકમના ઓઈલના અલગ-અલગ નાના મોટા ડબાની ચોરી થઈ હતી. જે મામલે ધાનેરા પોલીસે બાતમી હકીકત આધારે મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય એસ.એમ.વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન મુજબ એ.ટી.પટેલ, પોલીસ ઈન્સપેક્ટર ધાનેરાનાઓને મળેલી બાતમી આધારે ધાનેરા પોલીસ સ્ટેશનના ગુનાના કામે ફરીયાદી સંજ્યકુમાર પ્રકાશભાઈ સોનીના પેટ્રોલપંપના મકાનના રૂમમાંથી ઓઈલના અલગ અલગ નાના મોટા ડબા 05 જેની કિંમત 17980 ની ચોરી થયેલ હોય જે ગુનાના કામનો મુદામાલ સાથે ધાનેરા પોલીસે બાતમી હકીકત આધારે ત્રણ ઈસમોને દબોચી લીધા હતા. પોલીસે ચોરીમાં ગયેલો મુદામાલ રીકવર કરી ધાનેરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામઃ

​​​​​​​( 1 ) કરશનસિંહ અમરસિંહ દેવડા ( દરબાર ) રહે- નેનાવા તા.ધાનેરા

​​​​​​​( 2 ) નાભાઈ પ્રભુભાઈ વજીર રહે નેનાવા તા.ધાનેરા

​​​​​​​( 3 ) રાહુલભાઈ તીર્થભાઈ ખત્રી રહે.- નેનાવા તા.ધાનેરા

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.