બનાસકાંઠા (પાલનપુર)4 કલાક પહેલા
- કૉપી લિંક

પાલનપુર શહેમાં લગ્નની લાલચ આપી લોકો પાસેથી સાથે પૈસા પડાવી લઈ છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે ત્રણનીને ઝડપી લઇ તેમના બેંક ખાતાની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ ચોરીના અનડીટેકટ ગુના શોધી કાઢવા અંગે આપેલ સુચના અન્વયે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનનાઓ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પાલનપુર શહેર પશ્ચિમ પોલિસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. આ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકતના આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલિસ સ્ટેશનમાં IPC કલમ 406,420 , 114 મુજબના ગુનાના કામે આરોપીઓ લોકો સાથે લગ્નની લાલચ આપી રોકડ રકમ તથા દાગીના પડાવી લઈ લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી હતી જેમના બેંક ખાતામા 1,05,000 સીઝ કરાવામાં આવ્યા છે.
પકડેલા આરોપીના નામ
- (1)કલભા કાંતુભા ઠાકોર રહે- ખિમ્મત તા.ધાનેરા
- (2) કેદારસીંગ બચુસીંગ વાઘેલા રહે- મોટી ભાખર દાંતીવાડા
- (3) કિર્તીસિંગ પોપટસીંગ મણીસીંગ સોલંકી રહે- વાસડા ડીસા