Saturday, April 22, 2023

ખેરગામમાં દુષ્કર્મ ગુજારનારા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા, બનાવ સમય પહેરો ભરનાર સગીર પણ ઝડપાયો | Police nabbed the two men who committed the crime in Khergam, the minor who was wearing clothes at the time of the incident was also nabbed. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Police Nabbed The Two Men Who Committed The Crime In Khergam, The Minor Who Was Wearing Clothes At The Time Of The Incident Was Also Nabbed.

નવસારી6 કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ખેરગામ તાલુકામાં 2 માસ અગાઉ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં 14 વર્ષીય અને ધોરણ 10 માં ભણતી કિશોરીને ગામમાં જ રહેતા બે યુવાનોએ અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કર્યાની ફરિયાદ ખેરગામ પોલીસ મથકે નોંધાય હતી. જેમાં પોલીસ માત્ર 2 દિવસમાં 2 આરોપીને ઝડપી પાડી ગુનો ઉકેલ્યો છે.

ખેરગામ તાલુકાના એક ગામમાં રહીને મજૂરી કરતા ફરિયાદીના પરિવારમાં પત્ની એક દીકરો અને દીકરી છે. જેમાં એકની એક દીકરી જે ધોરણ 10 માં અભ્યાસ કરે છે તેની સાથે 2 માસ અગાઉ દુષ્કર્મની ઘટના બની છે. જેમાં બે મહિના અગાઉ બે યુવાન મિલન નીતિનભાઈ પટેલ અને હિરેન ઉર્ફે હિલ્યો નીતિનભાઈ પટેલ સાથે એક સગીર પણ સાથે રહી સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ તેની સાથે વારાફરતી દુષ્કર્મ કર્યું હતું. જેમાં સગીરે અવાવરૂ દુષ્કર્મ વાળા સ્થળની બહાર ઉભા રહી પહેરો ભર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં બે દિવસ અગાઉ ખેરગામ પોલીસ મથકમાં દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે ભાગેડું બંને આરોપીની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનાની જાણ કિશોરીએ માતા-પિતાને કરતા માતા પિતાએ હિંમત એકઠી કરીને બે યુવાનો સહિત સગીર વિરુદ્ધ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેમાં પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર ની અટક કરવા સાથે બે યુવાનોને વોન્ટેડ જાહેર કર્યા કર્યા બાદ આજે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટ કસ્ટડીમાં મોકલ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: