જૂનાગઢમાં લાખો રૂપિયાની પાણીની પાઇપલાઇનની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે દબોચી લીધા | Police nabbed two men who stole a water pipeline worth lakhs of rupees in Junagadh | Times Of Ahmedabad

જૂનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત સરકારની અમૃત યોજના હેઠળ જૂનાગઢના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન નાખવાના કામ ચાલી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇનનો જથ્થો એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે અને જે જગ્યા પર કામ ચાલુ હોય ત્યાં બીજા વાહનો દ્વારા જરૂર પ્રમાણે લઈ જવામાં આવતો હોય છે, પરંતુ જૂનાગઢમાં સરકારી પાણીની પાઇપલાઇનનો જથ્થો જે જગ્યા પર રાખવામાં આવ્યો હતો ત્યાંથી અજાણ્યા ઈસમોએ 4,42,500 ની પાણીની પાઇપલાઇનની ચોરી કરી હતી.

અમૃત યોજનાનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર કેવલ ડાંગરે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ટીંબાવાડી પી,એચ.સી.સેન્ટરની પાસે આવેલી સરકારી ખુલ્લી જગ્યામાં અમૃત યોજના અંતર્ગત પાણીની પાઇપ લાઇન માટેના પ્લાસ્ટીકના (એ ચ.ડી.પી.) કાળા કલરના પાઇપોનો સ્ટોક કરેવામાં આવ્યો હતો. જે સ્ટોકમાંથી 225 તથા 250 એમ.એમ.ડાયાગ્રામે સાઇઝના કુલ 59 પ્લાસ્ટીકના (એચ.ડી.પી.) કાળા કલરના પાઈપો કુલ 351 મીટરની લંબાઇના જેની કુલ કિ.રૂ. 4,42,500 ની ઇસમો દ્વારા ચોરી કરવામાં આવેલી છે.

આ ફરિયાદના આધારે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ત્યારે જૂનાગઢ નેત્રમ શાખાના સીસીટીવીના આધારે રાત્રિના સમયે ટીંબાવાડી ખાતે કોન્ટ્રાક્ટર સાથે જ મજૂરી કામ કરતા બે લોકો દ્વારા ટ્રેક્ટરમાં પાઇપલાઇનનો લઈ ગઈ હોવાની વિગતો સામે આવી હતી. જેને ધ્યાને લઇ રામદે ખોડા કનારા, હમીર રામ ગોજીયા, નામના બંને ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી અને ચોરી કરેલી પાઇપલાઇનો વાડલા ગામ અને મેંદરડા તાલુકાના આલીધ્રા ગામની સીમમાંથી જપ્ત કરવામાં આવી હતી. પાણીની પાઇપ લાઈનો 4,42,500 અને ટ્રેકટર, મોબાઈલ, રોકડ મળી કુલ 8,00,000 થી વધુનો મુદ્દામાલ સી ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, કેવલ ડાંગરની ફરિયાદને આધારે પાણીની પાઇપલાઇનની ચોરી કરનાર બંને ઇસમોને પકડી પાડવામાં આવ્યાં છે અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم