પાટણ15 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ શહેરમાં બે જુદાજુદા વિસ્તારમાં સોનાના દાગીનાઓ ધોઇ આપવાના બહાને કેમીકલ દ્વારા ગાળણ કરી તેમાંથી સોનું નીકાળી છેતરપીંડી આચરતા આરોપીઓને પાટણ બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાગીના ધોઈ આપવાના બહાને છેતરપીડી કરનાર આરોપી સામે બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી. જે મિલકત સંબંધી ગુના શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને પાટણ સીટી બી ડીવીઝન પોલીસે નેત્રમ કમાંડ એન્ડ કંટ્રોલ પાટણના સી.સી ટીવી ફુટેજ મેળવતા શંકમંદ ઇસમ મળી આવ્યાં હતા.
બાતમીદારો દ્વારા તપાસ કરાવતાં બાતમી હકીકત મળેલ કે, બે ઇસમો કોલેજ રોડ તરફ જતા હોઇ જે હકીકત આધારે તપાસ કરતાં બે શકમંદ ઇસમો મળી આવતા તેઓને પકડી પુછપરછ હાથ ધરાઈ હતી. તેઓની પાસે રહેલા બે થેલાઓમાં ચેક કરતાં અલગ અલગ પ્રકારના કેમીકલ લીક્વીડ તેમજ પાઉડર તેમજ બીજી અન્ય સામગ્રી હોઇ જે બાબતે પુછતાં તેમણે જણાવેલ કે, અમો ગ્રાહકોનું સોનુ ધોઇ તેને ચળકાવી આપવાના બહાને સોનાના દાગીનાઓ ધોઇ તેમાંથી સોનું નિકાળી જે ધોયેલું સોનાનું કેમીકલ પોતાની સાથે લઇ જઇ ગ્રાહકો સાથે છેતરપીંડી આચરતા હોવાની કબુલાત કરતા બન્ને આરોપી જીતેન્દ્રકુમાર ગીરોમંડલ ભોઇ ઉવ 26 રહે ગામ -હરીનકોલ તા.ધમદાહ જિ પુર્નિયા, બિહાર, અને અમિતકુમાર ભાગવતમંડલ ભોઇ ઉવ.30 રહે. વોર્ડ નં 03 ગોવીદપુર કૌસલી મદરૌની તા.રંગરૌચી જિ ભાગલપુર બિહાર વાળા આરોપીને પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવી છે.