કચ્છ (ભુજ )37 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાપરમાં તા. 9ના રોજ રૂ. 1.73 લાખની કિંમતના 27 મણ જીરાની નવ બોરીની ચોરી થઈ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જીરાની ચોરી અંગે રાપરના પ્રોબેશન ડીવાયએસપી પીજે રેણુકા, પીઆઇ વીકે ગઢવી, પીએસઆઇ આરઆર આમલીયારએ બનાવને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત મળેલી બાતમીના આધારે ચોરાયેલો જીરાનો જથ્થો ત્રમ્બો ગામના આરોપી જયમલ અરજણ કોલીએ ચોકડીયા વાડી વિસ્તારમાં અન્ય બે આરોપીની મદદથી છુપાવ્યો હોવાનું ખુલ્યું હતું. ચોરી માટે ગાડી નંબર GJ14 W- 4728નો ઉપયોગ કરાયો હોવાનું પોલીસ યાદીમાં જણાવાયું હતું.

અંગે રાપર પોલીસે આરોપીને મુદામાલ તથા જીપ સાથે ઝડપી લઇ રૂ 1 લાખ 71 હજાર 675નું જીરું 2.50 લાખની જીપ સહિત કુલ રૂ. 4 લાખ 21 હજાર 675નો મુદ્દામાલ કબ્જે લઈ કાયસેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનિય છે કે આ વખતે જીરાની ઉપજ ખૂબ સારા પ્રમાણમાં થઈ છે તેની સાથે જીરાની ચોરીના બનાવોમાં પણ વધારો થયો છે. ગઈકાલે ભચાઉ માર્કેટ યાર્ડમાંથી જીરાની બોરી ચોરી જતો શખ્સ CCTV માં કેદ ઘયો હતો જોકે આ વિશેની ફરિયાદ દાખલ થઈ ના હતી.