السبت، 15 أبريل 2023

પાટણ શહેરના મુખ્ય બજારોમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાને નિવારવા પોલીસે કાર્યવાહી હાથ ધરી, અડચણરૂપ વાહન ચાલકોને દંડ ફટકાર્યો | Police take action to curb traffic problems in major markets of Patan city, fine drivers | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ મુખ્ય માર્ગો પર અવાર-નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યા તેમજ આડેધડ કરાતા વાહનો પાર્કિંગને લઈને નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેને લઈ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. પોલીસે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરનારા સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
પાટણ એ ડિવિઝન પોલીસ મથકમાં કેટલાક પ્રબુદ્ધ નગરજનોની રજૂઆતના પગલે અને પોલીસની ફરજના ભાગરૂપે શનિવારના રોજ પાટણ એ ડિવિઝન પી.આઈ પરમારની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફના માણસોએ શહેરના મેઈન બજાર, હિંગળાચાચર ચોક, જૂનાગજ બજાર સહિતના ધમધમતા વિસ્તારોમાં આડેધડ ઊભા રહેતા વાહન ચાલકો તેમજ ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહન ચાલકો પાસેથી સ્થળ પર દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી હતી.
આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ
પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાયેલી ટ્રાફિક નિવારવાની આ કામગીરીને પાટણના વેપારીઓ સહિત પ્રબુદ્ધ નગરજનોએ સરાહનીય લેખાવી હતી. શહેરમાં કાયમી ધોરણે ટ્રાફિકના નિયમનનું ચુસ્તપણે પાલન થાય તેવી આશા વ્યક્ત કરી હતી. પોલીસ દ્વારા હાથ ધરાયેલી ટ્રાફિક સમસ્યાને નીવારવાની આ કામગીરીને લઈને આડેધડ વાહનો પાર્કિંગ કરતા તેમજ ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.