ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક

ભરૂચ અને અંકલેશ્વરમાં આજે રવિવારે 37 કેન્દ્રો ઉપર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પોલીસ પરિક્ષાર્થીઓની મદદમાં તમામ મોરચે મદદગાર પુરવાર થઈ હતી.રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તમામ વ્યવસ્થાઓ વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના 37 કેન્દ્રો ઉપર 11 હજારથી વધુ ઉમેદવારોની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી.ઉમેદવારો બહારના જિલ્લાના હોય પરીક્ષા કેન્દ્રો શોધવામાં જ અટવવાઈ ગયા હતા. એક તરફ પરીક્ષાનો સમય ચુકી નહિ જવાની ચિંતા વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરમાં આવા કેટલાય ઉમેદવારો માટે પોલીસે મદદમાં કોઈ કચાશ છોડી ન હતી.

તાપી વ્યારાથી દંપતી ભરૂચ પરીક્ષા આપવા આવેલા. પતિને સ્કૂલ મળી ગઈ હતી. પણ પત્નિને મળી ન હતી. શ્રવણ સ્કૂલની બહાર પોલીસ જવાન ઉપેન્દ્રભાઈ મદદે આવી મહિલાને પોતાના વાહનમાં પ્રિયદર્શની સ્કૂલે પોહચાડી હતી. અંકલેશ્વરમાં દિવ્યાંગ પરીક્ષાર્થીને વ્હિલચેરમાં બેસાડી પોલીસે બેઠક નંબર સુધી પોહચાડ્યા હતા. અંકલેશ્વર શહેર અને ટ્રાફિક પોલીસે એક યુવતીને પણ સ્કૂલ સુધી પોહચાડી હતી.પરીક્ષા શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થઈ હતી અને કોઈ ગેરરીતિ નોંધાઇ ન હતી.
