الأحد، 2 أبريل 2023

પોરબંદર-દાદરા એક્સપ્રેસ ટ્રેનમાં વધારાના કોચ લાગશે; જુન માસથી એસી અને સ્લીપર કોચ લગાવવામાં આવશે | Porbandar-Dadar Express train will have additional coaches; AC and sleeper coaches will be installed from June | Times Of Ahmedabad

પોરબંદર12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં જૂન મહિના સુધી 04 વધારાના કોચ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ આગામી ઉનાળાના વેકેશન દરમિયાન ટ્રેનોમાં ઘસારાને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝનની પોરબંદર-દાદર એક્સપ્રેસ ટ્રેન (19016/19015)માં અસ્થાયી રૂપે 4 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં એક સેકન્ડ કમ થર્ડ એસી કોચ અને ત્રણ સ્લીપર કોચ લગાવવામાં આવશે. આ ચાર કોચ પોરબંદર સ્ટેશનથી 03/04/2023થી 30/06/2023 સુધી અને દાદર સ્ટેશનથી 05/04/2023થી 02/07/2023 સુધી લગાવવામાં આવશે. મુસાફરો આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.