No results found

    વલસાડ જિલ્લામાં અનાથ બલકોના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને ગર્લ્સ-ધરાસણના બાળકોને પ્રિ-એડોપ્સન ફોસ્ટર કેર અપાઇ | Pre-adoption foster care given to children of Anath Balko's Children's Home for Boys and Girls-Dharasan in Valsad district | Times Of Ahmedabad

    વલસાડ5 કલાક પહેલા

    • કૉપી લિંક

    વલસાડ જિલ્લામાં અનાથ બાળકોને સાચવવા માટે ચિલ્ડ્રન હોમ ધરાસણા ખાતે બનાવ્યું છે. બાળકોને જરૂરી ઘડતર અને ભણતર હોમ ખાતે આપવામાં આવે છે. અનાથ બાળકોને સમાજમાં પુનઃ સ્થાપન માટે એડોપ્સન રેગ્યુલેશન-2023 હેઠળ દત્તક બાળકો લેવા માંગતા વાળીઓની મળેલી અરજીઓ પૈકી એક ભાઈ બહેનને એક પરિવારે દત્તક લેવાનો નિર્ણય કરતા આજે હોમ ખાતે બાળકના દત્તક લેનાર વાલીઓને બાળકોનો કબ્જો સોંપવામાં આવ્યો હતો.

    વલસાડ જિલ્લામા સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને ગર્લ્સ-ધરાસણમા કાળજી અને રક્ષણ અર્થ બાળકોને આશ્રય આપવામા આવે છે. આ ગૃહમાં વર્ષ-2015માં અનાથ ભાઇ-બહેનને બાળ કલ્યાણ સમિતિના આદેશથી આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ બાળકોના હિત માટે પુન:સ્થાપનના ભાગરૂપે કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, અને એડોપ્સન રેગ્યુલેશન-2023 મુજબ ભાઇ-બહેનને આણંદ જિલ્લાના દંપતિને આજના દિને પ્રી એડોપ્સન ફોસ્ટર કેર અપાયુ. ત્યારે બાળ કલ્યાણ સમિતિ-વલસાડના ચેરમેન અને સભ્યો દ્વારા બાળ ગૃહમાંથી બાળકોને છૂટા કરી પુન:સ્થાપનમાં દત્તક માતા-પિતાને સોપતો આદેશ કરવામા આવ્યો. જે પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા એકમ- વલસાડ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને ગર્લ્સ-ધરાસણના સ્ટાફ અને સંસ્થામાં રહેતા બાળકો દ્રારા ભાઇ-બહેનને વિદાય આપી.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال